કોરોના મામલે ખોટું બોલવા પર અમેરિકામાં ચીનનો વિરોધ શરુ

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના મહામારીની વિકટ સ્થિતિ વચ્ચે ટ્રમ્પ પ્રશાસને ચીન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વિરુદ્ધ મોરચો માંડ્યો છે. હવે આ લડાઈની ગૂંજ અમેરિકી કોંગ્રેસ સુધી સંભળાય છે. આ ક્રમમાં રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીનું નિવેદન સામે આવ્યું છે. હેલીએ ચીનની કમ્યુનિસ્ટ સરકાર વિરુદ્ધ એક મોરચો ખોલ્યો છે. રિપબ્લિકન નેતાએ કહ્યું કે, ચીનની કમ્યુનિસ્ટ સરકારને કોરોના વાયરસ મહામારી મામલે ખોટુ બોલવા માટે જવાબદાર ગણાવવામાં આવવા જોઈએ. નિક્કીએ ચીનના વિરોધમાં એક અરજી પર 1000 અમેરિકી નાગરિકોના હસ્તાક્ષરનું લક્ષ્ય રાખ્યું છે. ભારતીય મૂળના અમેેરિકી રાજનેતા નિક્કી દ્વારા સ્ટોપ કમ્યુનિસ્ટ ચાઈના નામની એક અરજી પર માત્ર થોડા જ કલાકોમાં 40,000 જેટલા લોકોએ હસ્તાક્ષર કર્યા. નિક્કીએ આ અરજીમાં એક લાખ હસ્તાક્ષરનું લક્ષ્ય રાખ્યું છે. આ અરજી પર હસ્તાક્ષર કરનારા લોકોનો ઉત્સાહ જોઈને લાગ્યું કે, માનો ચીન પ્રત્યે સામાન્ય નાગરિકોમાં જબરદસ્ત આક્રોશ છે. દક્ષિણ કેરોલિનાની પૂર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં પૂર્વ અમેરિકી રાજદૂત નિક્કીએ કહ્યું કે, ચીનની કમ્યુનિસ્ટ સરકારને કોરોન વાયરસ મહામારી વિશે ખોટુ બોલવા માટે જવાબદાર ગણવા જોઈએ.

આ મામલે ચીનને અમેરિકી કોંગ્રેેસમાં જવાબ આપવો જોઈએ. તેમણે વિશ્વને અપીલ કરી કે અમેરિકા જ નહી પરંતુ આખી દુનિયાના લોકો કે જે કોરોના વાયરસના ફેલાવા મામલે ચીનને દોષી માને છે તેમણે આ અરજી પર હસ્તાક્ષર કરવા જોઈએ. તેમણે આગ્રહ કર્યો કે આને પોતાના મિત્રો સાથે પણ શેર કરો. તેમણે કહ્યું કે, ચીનની કમ્યુનિસ્ટ સરકારના દગા અને હેરફેરને રોકવા માટે અમારી અરજી પર હસ્તાક્ષર કરો.