નવી દિલ્હીઃ કેનેડાની સરકારે હાલમાં ઓનલાઇન સ્ટ્રિમિંગ સેવાઓ માટે નવા નિયમ બનાવ્યા છે. જે હેઠળ ઓનલાઇન સ્ટ્રિમિંગ સેવાઓને સરકારે નિયામક નિયંત્રણની સાથે ઔપચારિક રૂપથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આને લઈને ટેસ્લાના સહસંસ્થાપક અને સ્પેસએક્સના સંસ્થાપક અને CEO એલન મસ્કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને આડે હાથ લીધા હતા. તેમણે ટ્રુડો પર અભિવ્યક્તિની આઝાદીને કચડવાનો આરોપ મૂક્યો હતો.
મસ્કે પત્રકાર ને લેખક ગ્રીનવાલ્ડની એક પોસ્ટનો જવાબ આપ્યો હતો. ગ્રીનવાલ્ડે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે વિશ્વની સૌથી ઓનલાઇન સેન્સરશિપ યોજનાઓમાંથી ક લેસ કેનેડિયન સરકારે ઘોષણા કરી હતી કે પોડકાસ્ટની રજૂઆત કરનારી બધી ઓનલાઇન સ્ટ્રિમિંગ સર્વિસને નિયંત્રણની મંજૂરી માટે ઔપચારિક રીતે સરકારની સાથે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
Trudeau is trying to crush free speech in Canada. Shameful. https://t.co/oHFFvyBGxu
— Elon Musk (@elonmusk) October 1, 2023
આના પર પ્રતિક્રિયા આપતાં મસ્કે કહ્યું હતું કે ટ્રુડો કેનેડામાં અભિવ્યક્તિની આઝાદીનને કચડવાના પ્રયાસ કરી રહ્યા છે, જે શરમજનક છે. આ પહેલી વાર નથી કે ટ્રુડો સરકારે અભિવ્યક્તિની આઝાદી વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો હોય. આ પહેલાં ફેબ્રુઆરી, 2022માં ટ્રુડોએ દેશના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ઇમર્જન્સી શક્તિઓનો ઉપયોગ કર્યો હતો અને સરકારે કોવિડ19 રોગચાળના પ્રતિબંધોની વિરુદ્ધ ટ્રક ડ્રાઇવરોના વિરોધ પ્રદર્શનને અટકાવવા માટે વધારાની શક્તિઓને પ્રદાન કરી હતી. એ ડ્રાઇવર એ સમયે વેક્સિન જનાદેશનો વિરોધ કરી રહ્યા હતા.
આ દરમ્યાન કેનેડાના વડા પ્રધાન ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાનો આરોપ લગાવ્યો ત્યારે હંગામો થયો હતો. કેનેડાએ હજી સુધી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના દાવાના સમર્થન કરતા જાહેર પુરાવા ભારતને નથી4 આપ્યા.