નવી દિલ્હીઃ ચીને વુહાન શહેરમાં કોરોના વાયરસમાં મૃ્ત્યુ પામનારા લોકોની સંખ્યામાં અચાનક 50 ટકા જેટલો વધારો થઈ ગયો છે. આની પાછળ કારણ દર્શાવવામાં આવ્યું છે કે ચીને પહેલા આપવામાં આવેલા આંકડાઓમાં સુધારો કર્યો છે અને હવે જે નવા આંકડા સામે આવ્યા છે તે અનુસાર મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પહેલા બતાવવામાં આવેલા આંકડાઓથી 50 ટકા જેટલી વધારે છે. બાદમાં આખી દુનિયા એકવાર ફરીથી ચીનને શકની દ્રષ્ટીએ જોવા લાગી છે કે ક્યાંક તે વાસ્તવિક સ્થિતિ બાકી દુનિયાથી છુપાવી તો નથી રહ્યું? તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે ચીન જેવી સ્થિતિનો સામનો આખી દુનિયાને પણ કરવો પડશે. WHO નું કહેવું છે કે વુહાનમાં ડિસેમ્બરના મહિનામાં પ્રથમ કેસ સામે આવ્યા બાદથી આ બીમારીએ ભયાનક સ્વરુપ ધારણ કરી લીધું હતું અને આખું શહેર આની ઝપેટમાં આવી ગયું હતું. ત્યાંના અધિકારીઓનો પ્રયત્ન હતો કે દરેક મોતનો આંકડો અને બીમાર થનારાની સંખ્યા તેમના રજીસ્ટરમાં નોંધાય. પરંતુ એ વાતનો પણ ઈનકાર ન કરી શકાય કે શરુઆતમાં બીમારી ફેલાવાની વાત પર પડદો નાંખવાના પૂર્ણતઃ પ્રયત્નો કરવામાં આવ્યા છે. એ ડોક્ટરોને પણ સજા આપવામાં આવી કે આ સંકટ મામલે ચેતવી રહ્યા હતા. આ સાથે જ જ્યારે આ બિમારી પોતાની ચરમ સીમાએ હતી તો ચીનની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પર પણ સવાલ ઉઠી રહ્યા હતા, કારણ કે દર વખતે પોતાના આંકડાઓ એકત્ર કરવાની પ્રક્રિયામાં બદલાવ કરી રહ્યા હતા.
તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે જ્યારે બીમારી ફેલાય છે તો તે દરમિયાન આંકડાઓને એકત્ર કરવા તે પોતાનામાં જ એક પડકાર હોય છે કારણ કે તમામ કેસોની ઓળખ કરવી તે મુશ્કેલ હોય છે. WHO માં કોરોના મામલાઓની દેરખરેખ માટે બનેલી વિંગની અધ્યક્ષ મેરિયા વેને કહ્યું કે, તે માને છે કે ઘણા દેશોને ચીનની જેમ પોતાના રેકોર્ડમાં બદલાવ કરવો પડશે.
નવા આંકડાઓ અનુસાર વુહાનમાં મૃતકોની સંખ્યામાં 1290 જેટલો વધારો થયો છે અને હવે કુલ મૃત્યુઆંક 3869 થઈ ગયો છે. જ્યારે કુલ કેસોમાં 325 નો વધારો થયો છે અને કુલ કેસોની સંખ્યા 50,333 જેટલી થઈ ગઈ છે. મારિયા વેનનું કહેવું છે કે, સંક્રમણ જ્યારે ચરમ સીમા પર હતું ત્યારે વુહાનનો સ્વાસ્થ્ય વિભાગ ગંભીર રીતે ફસાયો હતો. કેટલાક દર્દીઓના તો ઘરમાં જ મોત થઈ ગયા અને તે સમયે તમામ ધ્યાન દર્દીઓની સારવારમાં હતું એટલા માટે ડોક્યુમેન્ટને લગતા કામ તે સમયે થઈ શક્યા નહી. તો WHO ના ઈમરજન્સી ડાયરેક્ટર માઈકલ રેયાને પણ કહ્યું કે, તમામ દેશોને આનો સામનો કરવો પડશે.