‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી રહ્યા છે વિશ્વના દેશો

નવી દિલ્હીઃ વિશ્વના મોટા ભાગના દેશો કોરોના વાઇરસના પ્રકોપથી ઝઝૂમી રહ્યા છે અને એમાંથી બહાર નીકળવાના રસ્તા શોધી રહ્યા છે. યુરોપ કોરોના વાઇરસના પ્રકોપનું હોટ સ્પોટ બન્યું છે. ઇટાલી, સ્પેન, બ્રિટેન, ફ્રાન્સ અને બેલ્જિયમ જેવા દેશો કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત છે. મોટા ભાગના દેશોમાં લોકડાઉન છે. યુરોપના તમામ અન્ય દેશોમાં પણ લોકડાઉન છે. જોકે કેટલાક દેશો લોકડાઉનને પૂરું કરવા અને સામાન્ય જનજીવન તરફ આગળ વધવા ઇચ્છે છે. આ દેશો થોભો અને રાહની નીતિ અપનાવી રહ્યા છે. અન્ય કેટલાક દેશો કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં પહેલ કરવાવાળાના દેશોના હાલ જોવા ઇચ્છે છે, કેમ કે તેમને ડર છે કે કોરોના ફરી વાર હુમલો કરશે તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે.

WHO સહમત નથી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) યુરોપના ક્ષેત્રીય નિર્દેશક ડો. હૈન્સ ક્લુગે ચેતવણી આપરતાં કહ્યું હતું કે લોકડાઉનમાં કોઈ પણ રાહત આપવા સાથે જોખમ ઊભું કરશે. તેમણે કહ્યું કે યુરોપની સ્થિતિબહુ ખરાબ છે અને ચિંતાજનક છે. આ સમય કોઈ પણ પર પ્રકારની રાહત આપવાનો નથી. યુરોપ જ રોગચાળાનું કેન્દ્ર છે. અત્યારથી આગામી સ્થિતિ સામાન્ય હોવાનો અંદાજ માંડી ના શકાય. પ્રસિદ્ધ વિજ્ઞાન જર્નલ લેન્સેટમાં પ્રકાશિત શોધમાં વિશ્વભરમાં સરકારોથી અપીલ કરી છે કે કોરોનાની વેક્સિન બજારમાં આવે ત્યાં સુધી લોકડાઉન જેવા સખત પ્રતિબંધ જારી રાખવામાં આવે.

 

ભારતની વિશ્વના દેશો પર નજર

નાનકડી વસતિ પર મોટો પ્રયોગ ભારતના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો એક નાની વસતિ પર મોટો પ્રયોગ છે. વડા પ્રધાને લોકકડાઉનથી પરત ફરવાનો રોડમેપ બનાવવાનો આદેશ મંત્રીમંજળને આપ્યો છે., જેમાં નિષ્ણાતો અને અન્ય નેતાઓથી સતત તેઓ વાતચીત કરી રહ્યા છે. જો અઢી કરોડની વસતિવાળા ચાર દેશોનું પહેલું પગલું કઈ રીતે સફળ રહેશે, એની પર ભારતની નજર છે. ભારતની વસતિ 130 કરોડ છે.

 

ચેક રિપબ્લિકે કેટલીક મંજૂરી આપી

પૂર્વ યુરોપના આ દેશે પોતાના નાગરિકોને હાર્ડવેરની દુકાનો, સાઇકલ મરામત કરતી દુકાનો ખોલવાની સાથે ટેનિસ અને સ્વિમિંગ કરવાની મંજૂરી આપી દીધી છે. કોઈ પણ ખેલાડી વ્યક્તિગત અથવા અન્ય સાથીની સાથે પ્રેક્ટિસ કરી શકે છે. જોકે બેથી વધુ લોકો એકસાથે સ્વિમિંગ નહીં કરી શકે. મંગળવારથી લોકો માસ્ક વિના રસ્તા પર નીકળી શકશે. બાંધકામ કામગીરીને પણ મંજૂરી આપવામાં આવી છે. 14 એપ્રિલ પછી જરૂર પડી તો લોકો પ્રવાસ કરી શકે છે.

ડેન્માર્કે પણ લોકડાઉન ખોલવાનો નિર્ણય કર્યો

ડેરી ઉદ્યોગ માટે મશહૂર આ દેશે પહેલાં કિંડરગાર્ટન સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો છે. આના એક સપ્તાહ પછી પ્રાઇમરી સ્કૂલ ખોલવામાં આવશે. જો સ્થિતિમાં કાબૂમાં રહેતો ડેન્માર્કમાં 15 એપ્રિલથી કિંડરગાર્ટન સ્કૂલ  ખૂલી જશે. જોકે મોટા ભાગના પ્રતિબંધ ચાલુ રહેશે. 10થી વધુ લોકો કોઈ પણ સ્થિતિમાં એક જગ્યાએ જમા નહીં થઈ શકે. 10 મે સુધી કોઈ પણ પ્રકારના ધાર્મિક, રાજકીય, સામાજિક અને વ્યક્તિગત સંમેલનનું આયોજન નહીં કરી શકાય. ચર્ચ, સિનેમા હોલ અને શોપિંગ સેન્ટર બંધ રહેશે. વડા પ્રધાને સરહદો સીલ રહેવાની જાહેરાત કરી છે.

જર્મની લોકડાઉન સતર્ક રહીને ખોલવા ઇચ્છે છે લોકડાઉન

જર્મની પણ લોકડાઉન ખતમ કરવા ઇચ્છે છે, પરંતુ એ પહેલાં અન્ય દેશોનો અનુભવ જોવા ઇચ્છે છે. ચાન્સેલર એન્જલા મર્કેલે કહ્યું છે કે અમારી પાસે આશાવાદી થવાનું કારણ મોજુદ છે, પણ અમે સતર્ક છે. આપણે વૈજ્ઞાનિકોની સલાહને ધ્યાનમાં રાખવી જોઈએ. જર્મનીના આરોગ્ય વિભાગનું માનવું છે કે 26 એપ્રિલ પછી લોકડાઉનમાં રાહત આપવામાં આવશે.

નોર્વે કિંડરગાર્ટન સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો

ઉત્તર યુરોપીય દેશે સતર્કતાપૂર્ણ વલણ બતાવ્યું છે. એણે આગામી સપ્તાહે કિંડરગાર્ટન સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો છે. નોર્વેએ સ્કૂલોને ખોલવાની સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. વડા પ્રધાન ઇરના સોલબર્ગે કહ્યું છે કે અમે પહેલાં કિંડરગાર્ટન ખોલીશું. ત્યાર બાદ ધોરણ એકથી ચારની સ્કૂલ. ધીરે-ધીરે અમે પગલાં લઈશું. આ ગરમીમાં બધા વિદ્યાર્થીઓને સ્કૂલોમાં હોવા જોઈએ. આપણે આશાવાદી બનવું પડશે. અત્યારે સ્થિતિ અમારા કાબૂમાં છે, પરંતુ આપણે સતર્ક રહેવું પડશે.

સૌથી પહેલાં લોકડાઉન અહીં થયું હતું

ચેક રિપબ્લિક હોય કે ઓસ્ટ્રિયા- આ એ દેશો છે, જેણે ચીનમાં કોરોના વાઇરસના રોગચાળો ફેલાયા પછી પોતાની સરહદો સીલ કરી દીધી હતી અને સૌથી પહેલાં સામાજિક અંતરના સિદ્ધાંતનું પાલન કાનૂની રૂપે લાગુ કર્યું હતું.આ બધા ઉપાયોને કારણે કોરોના સંક્રમણ આ દેશોમાં વધુ નથી ફેલાયું અને લોકોનાં મોત પણ વધુ નથી થયાં

 

વિશ્વની દેશો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે

યુરોપ જ નહીં પણ અન્ય દેશો પણ વિશ્વના તમામ દેશો એ જોવા ઇચ્છે છે અન્ય દેશ કેવી રીતે સામાજિક અને આર્થિક દબાણનો સામનો કરીને લોકડાઉન પછી જનજીવન સામાન્ય કરવા માટે કેયાં પગલાં લે છે. ઓક્સફોર્ડના વૈશવિક આરોગ્ય નિષ્ણાત ડો. પીટર ડ્રોબાકે કહ્યું હતું કે જે પણ દેશો સામાન્ય જનજીવન પરથી પ્રતિબંધ દૂર કરી રહ્યા છે એ બહુ મહત્ત્વપૂર્ણ અને આશાવાદી પગલું છે.

આપણે જાણવું છે કે કેવી રીતે સુરક્ષિત અને અસરકારક રીતે લોકડાઉનથી બહાર આવવું છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉનથી સામાન્ય જનજીવનમાં પાછા ફરવા માટે ધીમે-ધીમે પ્રતિબંધો ઉઠાવી રહ્યા છે. જો આ દેશોમાં ઝડપથી રાહત આપવામાં આવશે તો સંક્રમણે ફેલાવવાનો અંદેશો છે કે બહુ વારે લોકો સંક્રમિત થઈ જશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]