વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાંકેતિક રીતે કહ્યું છે કે કોરોના વાઇરસને લઈને WHO અને આંતરરાષ્ટ્રીય સમુદાયને કથિતરૂપે ખોટી માહિતી આપવાને કારણે ચીને દુષ્પરિણામ ભોગવવાં પડશે. આ સંક્રમણ ચીનના વુહાન શહેરથી ફેલાયો છે. આ વાઇરસે વિશ્વમાં 20 લાખ લોકોને સંક્રમિત કર્યા છે અને 1.19 લોકોના જીવ લીધા છે.
વાઇટ હાઉસમાં એક પત્રકાર પરિષદમાં એક પત્રકારે ટ્રમ્પથી વારંવાર સવાલ કર્યો હતો કે આના માટે ચીનને કોઈ દુષ્પરિણામ કેમ નથી ભોગવવાં પડ્યાં? આના જવાબ આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે તમને કેવી રીતે માલૂમ, આના કોઈ દુષ્પરિણામ નહીં હોય? હું તમને નહીં જણાવું. તીનને માલૂમ પડી જશે, હું તમને કેમ જણાવું?
ચીનને ગર્ભિત ધમકી
ચીનની સામે અમેરિકી સંસદસભ્યોની ટિપ્પણીની વચ્ચે ટ્રમ્પે કહ્યું હતું કે તમને માલૂમ પડી જશે. સેનેટર સ્ટીવ ડેન્સે ટ્રમ્પને પત્ર લખીને અપીલ કરી છે કે અમેરિકા સરકારે ચીનથી મેડિકલ સાધનો અને દવાઓની નિર્ભરતાને બંધ કરો અને અમેરિકામા દવા બનાવવા સંબંધી નોકરીઓ પરત લઈને આવી. રિપબ્લિકન પાર્ટીના ચાર સંસદસભ્યોએ ચીન પર નિર્ભરતા ઓછી કરવા માટે સોમવારે એક વિધેયક રજૂ કર્યું હતું.
દેશને ફરી ખોલવાની યોજના બહુ નજીક
ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ દેશને ખોલવાની યોજના બહુ નજીક છે. કોરોના વાઇરસના કેરને ધ્યાનમાં રાખતાં દેશમાં 30 એપ્રિલ સુધી સામાજિક અંતર બનાવવા માટે દિશા-નિર્દેશો જારી કર્યા છે. આ ઘાતક વાઇરસથી દેશના 95 ટકા વસતિ પ્રભાવિત છે. ટ્રમ્પે કહ્યું હતું કે હું મારી ટીમ અને નિષ્ણાતો સાથે વાતચીત કરી રહ્યો છું અને અમે દેશને ફરી ખોલવાની યોજનાને પૂરી કરવાની ઘણો નજીક છું. આવું નિર્ધારિત સમય પહેલાં થશે… જે બહુ મહત્ત્વપૂર્ણ છે.
હું મારા વહીવટી તંત્રની યોજના અને દિશા-નિર્દેશો અમેરિકાના લોકોને સામાન્ય જીવન શરૂ કરવા માટે આત્મવિશ્વાસ આપશે, જેની તેમને જરૂર છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અમે દેશને ફરી ખોલવા ઇચ્છીએ છીએ, અમે સામાન્ય જીવન જીવવા ઇચ્છીએ છીએ. અમારો દેશ ખૂલશે અને સફળતાપૂર્વક ખૂલશે.