નવી દિલ્હીઃ ભારત વિદેશમાં રહેતા ખાલિસ્તાનીઓને શોધી કાઢવા અને તેમની દેખરેખ રાખવા માટે સાયબર કેનેડાની જાસૂસી એજન્સીએ ભારતને મોટી ચેતવણી આપી છે. ભારત વિદેશમાં ખાલિસ્તાનીઓને ટ્રેક કરવા માટે સાયબર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. એક શીખની હત્યા સહિત વાનકુંવરમાં હિંસા માટે ટોચના ભારતીય અધિકારી જવાબદાર હોવાના આક્ષેપોના એક દિવસ બાદ આ ચેતવણી આપવામાં આવી છે, એમ એજન્સીએ કહ્યું હતું.
ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યું છે. આ ઉપરાંત કેનેડાના સરકારી નેટવર્ક પર સાયબર એટેકની પણ વાત કરવામાં આવી છે, એમ કેનેડાના કોમ્યુનિકેશન્સ સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટ (CSE)એ એક રિપોર્ટમાં જણાવ્યું હતું.
અમે ભારતને ઉભરતા સાયબર ખતરા તરીકે જોઈ રહ્યા છીએ. આ પ્રવૃત્તિને કેનેડા અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તિરાડને જવાબદાર ગણાવી છે. કેનેડાના આરોપોને પગલે ભારત તરફી હેકટીવિસ્ટ જૂથે ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ હુમલા કર્યા હતા. આના દ્વારા ઓનલાઈન ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેના કારણે યુઝર્સ માટે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો હતો. જેમાં સેનાની પબ્લિક વેબસાઈટ સહિત અનેક કેનેડિયન વેબસાઈટને નિશાન બનાવવામાં આવી હતી, એમ CSE ચીફ કેરોલિન ઝેવિયરે જણાવ્યું હતું.
ઓટ્ટાવાએ એક મોટું ઓપરેશન શોધી કાઢ્યું છે. આ અંતર્ગત મોદી સરકાર કેનેડાના ખાલિસ્તાનીઓને નિશાન બનાવી રહી છે, એમ કેનેડાના અધિકારીઓએ ઘટસ્ફોટ કર્યો હતો.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્રકાર પરિષદમાં ભારત પર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકો સામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભારત સરકારના એજન્ટો સામેલ છે. ભારતે આ મામલે તપાસમાં કેનેડાને સહકાર આપ્યો નથી.અમે કોઈ પણ કેનેડિયન નાગરિકને ધમકાવવા અથવા મારી નાખવામાં કોઈ પણ દેશની સંડોવણીને સહન કરીશું નહીં. આ કેનેડાની સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે.
