શ્રીલંકા: ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન શ્રીલંકામાં યોજાય રહ્યું છે. જે ભારત સરકારના સાંસ્કૃતિક રાજદ્વારા અને આધ્યાત્મિક સંપર્કના ભાગરૂપે યોજાઈ રહ્યું છે.
પવિત્ર દેવનીમોરી અવશેષોના પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે, ઇન્ટરનેશનલ બૌદ્ધ કોન્ફેડરેશન દ્વારા બે પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનોના શીર્ષક છે: “𝐔𝐧𝐞𝐚𝐫𝐭𝐡𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐒𝐚𝐜𝐫𝐞𝐝 𝐏𝐢𝐩𝐫𝐚𝐡𝐰𝐚: 𝐓𝐡𝐞 𝐒𝐭𝐨𝐫𝐲 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐇𝐨𝐥𝐲 𝐁𝐮𝐝𝐝𝐡𝐚 𝐑𝐞𝐥𝐢𝐜𝐬 𝐚𝐧𝐝 𝐈𝐭𝐬 𝐑𝐞𝐥𝐚𝐭𝐞𝐝 𝐀𝐜𝐭𝐢𝐯𝐢𝐭𝐢𝐞𝐬 𝐰𝐢𝐭𝐡 𝐒𝐫𝐢 𝐋𝐚𝐧𝐤𝐚” અને “𝐒𝐚𝐜𝐫𝐞𝐝 𝐑𝐞𝐥𝐢𝐜𝐬 𝐚𝐧𝐝 𝐂𝐮𝐥𝐭𝐮𝐫𝐚𝐥 𝐄𝐧𝐠𝐚𝐠𝐞𝐦𝐞𝐧𝐭 𝐨𝐟 𝐂𝐨𝐧𝐭𝐞𝐦𝐩𝐨𝐫𝐚𝐫𝐲 𝐈𝐧𝐝𝐢𝐚.”
આ પ્રદર્શનોનું ઔપચારિક ઉદ્ઘાટન શ્રીલંકાના બુદ્ધસાસન, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી ડૉ. હિનિદુમા સુનિલ સેનેવી અને શ્રીલંકા સરકારના આરોગ્ય તેમજ માસ મીડિયા મંત્રી ડૉ. નલિન્દ જયતિસ્સા દ્વારા કરવામાં આવ્યું હતું.
પાછળથી, શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિણી અમરસૂરિયાએ પણ આ પ્રદર્શનની મુલાકાત લીધી અને તેની ક્યુરેશનની પ્રશંસા કરી.
આ પ્રદર્શન ભારત અને શ્રીલંકા વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને દર્શાવે છે, જેમાં દેવનિમોરી (ગુજરાત)ના પવિત્ર બુદ્ધ અવશેષોનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ગંગારામય મંદિર, કોલંબોમાં યોજાઈ રહ્યું છે.
આ પ્રદર્શન બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક અવસર છે. આ પ્રદર્શનો દ્વારા પીપ્રહ્વા અને અન્ય પવિત્ર સ્થળોના ઐતિહાસિક મહત્વ તેમજ આધુનિક ભારતની સાંસ્કૃતિક સંલગ્નતા વિશે જાણકારી આપવામાં આવી રહી છે.
આ પ્રદર્શનને જોવા માટે મોટી સંખ્યામાં બૌદ્ધભક્તો પ્રદર્શન સ્થળે પહોંચી રહ્યા છે.




