ઓટાવાઃ કેનેડાએ દેશવાસીઓને ધૂમ્રપાન કરવાથી રોકવા માટે અને ધૂમ્રપાન છોડવા પ્રેરિત કરવા વધુ એક પગલું ભર્યું છે. તંબાકુથી થનારાં મોતને ઓછાં કરવાના પ્રયાસમાં કેનેડાએ હવે સીધા વ્યક્તિગત સિગારેટ પર એક આરોગ્ય સંબંધી લેબલ લગાડવાની ઘોષણા કરી છે.
તમાકુનો ધુમાડો બાળકોને નુકસાન પહોંચાડે છે. સિગારેટ લ્યુકેમિયાનું કારણ બને છે. દરેક કશમાં ઝેર છે. કંઈક આવો સંદેશ કેનેડામાં મળતી દરેક સિગારેટ પર અંગ્રેજી અને ફ્રેન્ચ બંને ભાષાઓમાં નજરે ચઢશે.હવે દરેક સિગારેટ પર આરોગ્ય સંબંધી ચેતવણી ફરજિયાતચ છાપવી પડશે. કેનેડા આવું કરવાવાળો વિશ્વનો પહેલો દેશ બની ગયો છે.
કેનેડાના આરોગ્ય અધિકારીઓએ એ કહ્યું હતું કે નવાં તમાકુનાં ઉત્પાદનોના પેકેજિંગ અને ચેતવણીના નિયમ કેનેડા સરકારના એ વયસ્કો મદદ કરવા માટે છે, જે ધૂમ્રપાન છોડવા ઇચ્છે છે. આ પગલું ભરનાર અને તમાકુ વગરના ઉપયોગકર્તાઓમાં નિકોટિનની લતથી બચાવવા માટે અને તમાકુની અપીલને ઓછી કરવામાં મદદ કરશે. આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કે દરેક સિગારેટ પર છપાયેલી ચેતવણીઓ પર લોકોનું ધ્યાન જશે.