ભૂટાનની કિશોરીનો ‘શુક્રિયા ભારત’નો હ્રદયસ્પર્શી વિડિયો વાઇરલ

થિમ્પુઃ સોશિયલ વિડિયો પર એક હ્રદયસ્પર્શી વિડિયો વાઇરલ થયો છે, જેમાં હિમાલયન દેશ ભૂટાનની કિશોરીએ ભારત સરકારનો કોવિડ-19ની રસી મોકલવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. ભૂટાન એ પહેલો દેશ હતો, જેણે ભારત સરકારે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વાર ઉત્પાદિત કોરોનાની રસી મોકલાવી હતી. આ વિડિયો ભૂટાનમાં ભારતના એમ્બેસેડર રુચિરા કામબોજ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં જે બાળ કલાકાર છે- એ ખેનરાબ યેડઝિન સિલ્ડેન દ્વારા ભારત સરકારનો આભાર માનવામાં આવ્યો હતો. 37 સેકન્ડના લાંબા વિડિયોમાં નાનકડી કિશોરીએ હિન્દી અને અંગ્રેજીમાં બોલતાં ભૂટાનને કોરોનાની રસી મોકલવા બદલ ભારત સરકારનો આભાર માન્યો છે.  

હું ભારત સરકારનો આભાર માનું છું કે અમને એણે મોટી સંખ્યામાં કોરોનાની રસી મોકલાવી છે. અમે ભૂટાનીઝ ઘણા નસીબદાર છીએ કે અમારો પડોશી દેશ ભારત છે. આ વિડિયોનો પ્રારંભ કિશોરી ભારતને ‘શુક્રિયા’ કહેવા સાથે થાય છે.

ખેનરાબ તારો આભાર. તારો વિડિયો અમારા હ્રદયને સ્પર્શે છે. ‘રસીની મૈત્રી અને ભારત-ભૂટાનની મિત્રતા’ જેવા હેશટેગ્સ સાથે વિડિયોમાં કેપ્શન લખી છે. વિડિયો જોવા અહીં ક્લિક કરો.

આ વિડિયો જ્યારથી શેર કરવામાં આવ્યો છે, ત્યારથી સોશિયલ મિડિયા પર નેટિઝન્સ ખુશખુશાલ છે અને ઘણા લોકોએ કિશોરી પ્રત્યે પ્રેમ દર્શાવતા ઇમોજિસ પોસ્ટ કર્યા છે.