પેન-કાર્ડ, આધાર-કાર્ડ લિન્ક કરવા 31-માર્ચ છેલ્લી તારીખ

નવી દિલ્હીઃ પર્મનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને આધાર કાર્ડ સાથે જોડવાનું સમયમર્યાદા 31 માર્ચે પૂરી થશે. જો તમારો પેન-નંબર તમારા આધાર-કાર્ડ સાથે લિન્ક નથી તો તમારું પેન-કાર્ડ આવતા મહિને નિષ્ક્રિય થઈ જશે. આટલું જ નહીં, તમારે રૂ. 1000નો દંડ આપવો પડશે.

સરકારે ગયા સપ્તાહે લોકસભામાં નાણાં વિધેયક, 2021 પસાર કર્યું છે, જ્યાં એક સેક્શન 234H રાખવામાં આવી છે, જેના હેઠળ એક વ્યક્તિને આધાર-કાર્ડની સાથે તમારા પેન-કાર્ડને જોડવાને મામલે વિલંબ થવા બદલ રૂ. 1000 સુધીની વિલંબિત ફી ચૂકવવી પડશે.

પેન-કાર્ડ કેટલાંય નાણાકીય કાર્યો માટે બહુ જરૂરી છે. બેન્ક એકાઉન્ટ ખોલવા અને મ્યુચ્યુઅલ ફંડ  અથવા શેર માર્કેટમાં મૂડીરોકાણ કરવા માટે પેન-કાર્ડની જરૂર પડે છે. આ સિવાય રૂ. 50,000થી વધુની લેવડ-દેવડ માટે પેન-કાર્ડ જરૂરી છે. પેન-કાર્ડને આધાર-કાર્ડ સાથે લિન્ક કરવા માટે નીચેની રીત અપનાવો.

 

સ્ટેપ 1:  પેન-કાર્ડને આધાર-કાર્ડ સાથે લિન્ક કરવા માટે આવકવેરા વિભાગની ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જાઓ.

સ્ટેપ 2: હવે ડાબી બાજુ બનેલી લિન્ક આધાર સેક્શન પર ક્લિક કરો.

સ્ટેપ 3: અહીં તમે પેન નંબર, આધાર નંબર અને નામની નોંધણી કરો.

સ્ટેપ 4: હવે તમારે કેપ્ચા કોડ ઉમેરો.

સ્ટેપ 5: હવે તમે ‘Link Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 6: હવે આવકવેરા વિભાગ તમારું નામ, જન્મતિથિ વગેરે માહિતીની વેલિડિટી કરશે અને એ પછી લિન્કિંગની પ્રક્રિયા પૂરી થઈ જશે.