મ્યાનમારના વધુ શરણાર્થીઓને હવે આશ્રય નહીં આપી શકીએઃ UNને બાંગ્લાદેશે જણાવી દીધું

નવી દિલ્હી- બાંગ્લાદેશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમક્ષ કહ્યું કે, તે હવે મ્યાનમારથી આવતા શર્ણાર્થીઓને આશ્રય નહી આપી શકે. બાંગ્લાદેશના વિદેશ પ્રધાન શાહિદ્રુલ હકે પરિષદની બેઠકમાં કહ્યું કે તેમના દેશમાં વર્તમાન રોહિંગ્યા સમુદાયના લોખો લોકોની સ્વદેશ વાપસીનો સંકટ દિવસેને દિવસે ખરાબથી વધુ ખરાબ થઈ ગયું છે. સાથે તેમણે પરિષદને આ મામલે નિર્ણાયક પગલુ લેવાની પણ અપીલ કરી છે.

મહત્વનું છે કે, વર્ષ 2017માં મ્યાનમારના રખાઈન વિસ્તારમાં સેન્ય ઝૂંબેશ બાદ રોહિંગ્યા સમુદાયના અંદાજે 7,40,000 લોકોએ બાંગ્લાદેશના શિવિરોમાં શરણ લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રએ મ્યાનમાર સેનાની આ ઝૂંબેશને જાતિય સફાઈ ગણાવી હતી. હક્કે કહ્યું કે, મને પરિષદને જણાવતા દુ:ખ થાય છે કે, બાંગ્લાદેશ હવે મ્યાનમારથી આવતા શરણાર્થીઓને આશ્રય આપવાની સ્થિતિમાં નથી.

બાંગ્લાદેશ  એક કરાર હેઠળ મ્યાનમાર કેટલાક શર્ણાર્થીઓને પરત લેવા માટે તૈયાર થયું હતું. પરંતુ સંયુક્ત રાષ્ટ્રએ આ વાત પર ભાર મુક્યો છે કે, રોહિંગ્યા લોકોની સુરક્ષા તેમની ઘર વાપસીની એક શર્ત છે. વિદેશ પ્રધાને પુછયુ કે, શું બાંગ્લાદેશ પડોશી દેશની ઉત્પીડિત અલ્પસંખ્યક જનસંખ્યા પ્રતિ સહાનુભૂતિ દર્શાવવાની કિંમત ચૂકવી રહ્યું છે? સંયુક્ત રાષ્ટ્રના રજદૂતે મ્યાનમારની 5 વખત મુલાકાત લીધા બાદ કહ્યું કે, લાખો રોહિંગ્યા લોકોના ઘર વાપસીનું કામ એકદમ ધીમી ગતીએ ચાલી રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]