ભારત-અમેરિકા સાથે મળીને કરશે હિન્દ મહાસાગરમાં સુરક્ષા, સંયુક્ત ટીમ બનાવી

વોશિંગ્ટન- વિશાળ હિન્દ મહાસાગરમાં સુરક્ષાની દ્રષ્ટિએ વધુ સતર્કતા રાખવા ભારત અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક સંયુક્ત ટીમ બનાવી છે. ભારત અને આસપાસના અન્ય દેશો સહિત અમેરિકા સુધી હિન્દ મહાસાગરની વાતાવરણીય ઘટનાઓ નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે.ભારતના મહત્વના સમુદ્ર એવા હિન્દ મહાસાગરમાં વાયુમંડળ અને મત્સ્ય વિજ્ઞાનના ક્ષેત્રમાં કાર્યરત વૈજ્ઞાનિકો સાથે બેઠક કરવા અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેયરિક એડમિનિસ્ટ્રેશનના (NOAA) 20 વૈજ્ઞાનિકોની એક ટીમ આગામી સપ્તાહમાં ગોવા ખાતે પહોંચશે. આ દરમિયાન વૈજ્ઞાનિકોની ટીમ આ ક્ષેત્રમાં સહયોગની સ્થિતિની સમીક્ષા કરશે અને આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે.

નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેયરિક એડમિનિસ્ટ્રેશનના (NOAA) સહાયક પ્રશાસક (મહાસાગર અને વાતાવરણીય સંશોધન) તેમજ NOAAના પ્રમુખ કાર્યવાહક વૈજ્ઞાનિક ક્રેગ મેકલિને જણાવ્યું કે, પશ્ચિમ ઉષ્ણકટિબંધીય હિન્દ મહાસાગરમાં થનારા મેડેન જૂલીયન ઓસીલેશનનું અમેરિકાના વાતાવરણ પર સૌથી વધુ પ્રભાવ જોવા મળે છે.

ભારતીય અને અમેરિકન વૈજ્ઞાનિકો સમુદ્રી અને વાયુમંડળના સર્વેલન્સ ક્ષેત્રમાં સહયોગના એક દાયકાના પુરા થવા પર ગોવામાં અક કાર્યક્રમ દરમિયાન મુલાકાત કરી રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]