શાહરૂખના પિતરાઈ બહેન પાકિસ્તાનમાં ચૂંટણી લડશે

પેશાવર – બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પિતરાઈ બહેન નૂરજહાં પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતમાં ચૂંટણી લડવાના છે. એક અખબારી અહેવાલ મુજબ નૂરજહાંએ આજે ચૂંટણી પંચમાંથી એમનું ઉમેદવારીપત્ર કલેક્ટ કર્યું હતું. તેઓ પેશાવરમાં બેઠક PK-77ના ઉમેદવાર હશે.

અહેવાલમાં નૂરજહાંને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે મારો ઉદ્દેશ્ય મહિલાઓના સશક્તિકરણનો છે. હું મારાં મતવિસ્તારમાં લોકોને નડતી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું.

નૂરજહાં મુંબઈમાં બે વાર શાહરૂખના નિવાસસ્થાનની મુલાકાતે આવી ચૂક્યાં છે. નૂરજહાંનાં પરિવારજનો ભારતમાં રહેતા એમના સગાંસંબંધીઓ સાથે ગાઢ સંપર્કમાં છે.

શાહરૂખ ખાન એનાં પિતરાઈ બહેન નૂરજહાં અને એમનાં પતિ સાથે

નૂરજહાં પાકિસ્તાનમાં કાઉન્સિલર તરીકે સેવા બજાવી ચૂક્યાં છે.

નૂરજહાંનાં ચૂંટણીપ્રચારનું કામ એમનાં ભાઈ મન્સૂર સંભાળી રહ્યા છે. મન્સૂરનું કહેવું છે કે અમારો પરિવાર બચા ખાને શરૂ કરેલી ખુદાઈ ખિદમતગાર ચળવળનો એક હિસ્સો રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]