કાબુલઃ આંતરિક યુદ્ધને કારણે બરબાદ થઈ રહેલા અફઘાનિસ્તાનમાં લોહિયાળ સંઘર્ષનો અંત લાવવાના બદલામાં સત્તામાં ભાગીદારી કરવાનો સોદો કરવાની કતરમાં અફઘાનિસ્તાન સરકારના વાટાઘાટકારોએ તાલીબાન સંગઠનને ઓફર કરી છે. વાટાઘાટમાં સામેલ થયેલા એક સરકારી સૂત્રએ એએફપી સમાચાર સંસ્થાને આ વિશે જાણકારી આપી છે.
આ સૂત્રએ કહ્યું કે, હા, સરકારે મધ્યસ્થી કરતા કતરને એક પ્રસ્તાવ આપ્યો છે. આ પ્રસ્તાવ અનુસાર, તાલીબાન જો અફઘાનિસ્તાનમાં હિંસા બંધ કરી દે તો એના બદલામાં એમને સત્તામાં ભાગીદારી આપવામાં આવશે.