અમેરિકામાં શ્વેત લોકોની વસતિમાં ઝડપી ઘટાડો

વોશિંગ્ટનઃ છેલ્લા એક દાયકામાં અમેરિકામાં વૈવિધ્યકરણ અને શહેરીકરણ વધુ ઝડપથી થયું છે, જેની અસર અમેરિકામાં વસતિ પર થઈ છે. અમેરિકામાં સૌપ્રથમ વાર નોન-હિસ્પેનિક શ્વેત વસતિમાં રેકોર્ડ સ્તરે ઘટાડો નોંધાયો છે. અમેરિકાના સેન્સસ બ્યુરોએ જાહેર કરેલા આંકડામાં માલૂમ પડે છે કે અમેરિકામાં શ્વેત વસતિમાં ઝડપથી નોંધપાત્ર ઘટાડો થયો છે.

નવા આંકડાઓએ અમેરિકન સમાજનું સૌથી વિસ્તૃત ચિત્ર રજૂ કર્યું છે કે વર્ષ 2010 પછી અમેરિકા કેવી રીતે બદલાઈ ગયું છે, જેણે અમેરિકાના નેતાઓના અંકગણિત બગાડી દીધું છે. વસતિ ગણતરીના આંકડાની વર્ષ 2022ની ચૂંટણીમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સની ચૂંટણીમાં પડશે અને જોકે એ હાઉસનું નિયંત્રણ કરવામાં મદદ કરી શકે છે. એની સાથે એ વસતિ ગણતરીથી એ નક્કી કરવામાં આવશે કે અમેરિકાની સરકાર 1.5 લાખ કરોડનો ખર્ચ જાહેર જનતાના કલ્યાણ કેવી રીતે કરશે?

અમેરિકનો સતત મિડવેસ્ટ અને નોર્થઇસ્ટમાંથી અમેરિકનો દક્ષિણ અને પશ્ચિમમાં  પલાયન થઈ રહ્યા છે. શ્વેત વસતિ વર્ષ 2010ના 63.7 ટકાથી ઘટીને 2020માં 57.8 થઈ ગઈ છે, જે રેકોર્ડ ઘટાડો છે. જે નોન-હિસ્પેનિક અને એશિયન મહિલાની તુલનાએ જન્મદરથી પ્રેરિત છે. અમેરિકામાં નોન-હિસ્પેનિક શ્વેત લોકોની સંખ્યા 2010ના 19.6 કરોડથી ઘટીને 19.1 કરોડ થઈ ગઈ છે. આ સિવાય 18 વર્ષથી નાની વયના લોકો માટે હવે કોઈ બહુસંખ્યક વંશીય અથવા જાતીય સમૂહ નથી, કેમ કે આ દાયકામાં નોન હિસ્પેનિક શ્વેત લોકોની વય 53.5 ટકાથી ઘટીને 47.3 ટકા થઈ ગઈ છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]