કાહિરાઃ ઇજિપ્ત(મિસ્ર)માં મળેલા 3000 વર્ષ જૂના અદભુત શહેરની ચર્ચા વિશ્વભરમાં છે. મિસ્રમાં મળેલા સૌથી જૂના શહેરના અવશેષોનો જોઈને એવું લાગે કે એને હજી ગઈ કાલે બનાવ્યા છે. આ શહેરને પ્રાચીન મિસ્રનું પોમ્પેઇ પણ કહેવામાં આવે છે. લક્ઝર શહેરની રેતની નીચે આશરે 3400 વર્ષ જૂના શહેરને મળવાની ઘોષણા મિસ્રના ચર્ચિત પુરાતત્વવેત્તા ડોક્ટર જાહી હવાસે ગયા સપ્તાહે કરી હતી. હવે એ સોનાના શહેરનો પહેલો વિડિયો વિશ્વની સામે આવી ગયો છે.
કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે મિસ્રનું આ શહેર વર્ષ 1922માં તૂતનખામુનના મકબરાની ખોજ પછી સૌથી મોટી ખોજ છે. આશરે સાત મહિનાના ખોદકામ પછી આ શહેર મળી આવ્યું હતું. આ શહેરમાં હજી આગામી કેટલાંક વર્ષો સુધી આમ આદમીને જવાની પરવાનગી નથી આ દરમ્યાન યુટ્યુબ Anyexteeના સંચાલકોએ આ પૂરા શહેરનો વિડિયો જારી કર્યો હતો. આ ફુટેજ તેમની પાસે એક્સક્લુઝિવ છે અને અત્યાર સુધી જોવામાં નથી આવ્યા.
મિસ્રમાં શોધાયું સૌથી વિશાળ પ્રાચિન શહેર
મશહૂર મિસ્ર નિષ્ણાત જાહી હવાસે એલાન કર્યું હતું કે ખોજ કરવામાં આવેલું સોનેરી શહેર લક્ઝરની પાસે છે. અહીં રાજાઓની ઘાટી સ્થિત છે. ટીમે એક નિવેદન જારી કર્યું હતું કે ડો. જાહીના તત્ત્વાધાનમાં મિસ્રના મિશનમાં એક શહેર મળ્યું છે, જે રેતીની નીચે ખોવાયું હતું. શહેર 3000 વર્ષ જૂનું છે. એમેનોટેપ IIIના શાસનકાળ અને તૂતનખામેન દરમ્યાન હતું.
આ ખોજમાં વીંટીઓ જેવા ઘરેણાં, રંગીન, વર્તન, તાવિજ અને એમેનટોપ IIIની મોહર લાગેલી માટીની ઇંટો મળી છે. આ ખોજથી પ્રાચિન મિસ્રના સૌથી શ્રીમંત કાળને જાણી શકાશે. આશા છે કે આગળની ખોજમાં કેટલોય ખજાનો મળી શકે છે.