જિનેવા: સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની એજન્સીઓ દ્વારા રિલીઝ કરવામાં આવેલા એક અહેવાલમાં એવી કમનસીબ જાણકારી આપવામાં આવી છે કે, દુનિયામાં ગર્ભાવસ્થા કે બાળજન્મને લીધે દર બે મિનિટે એક મહિલા પોતાની જિંદગી ગુમાવે છે.
દુનિયાના લગભગ તમામ પ્રદેશોમાં સર્વોત્તમ ગુણવત્તા સભર આરોગ્ય સેવા-સુવિધાઓના અભાવને કારણે મહિલાઓનાં આરોગ્યના મામલે આ પરિસ્થિતિ પ્રવર્તે છે જે દુઃખદ અને ચિંતાજનક બાબત છે.
દુનિયામાં પ્રત્યેક મહિલા અને કન્યાને ગર્ભાવસ્થા દરમિયાન, બાળકના જન્મ પૂર્વે, એ દરમિયાન અને ત્યારબાદ મહત્ત્વની આરોગ્ય સેવા-સુવિધાઓ મળવી જ જોઈએ, એવી વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસ ગેબ્રિસસે તાકીદ કરી છે.
