કેલિફોર્નિયામાં ચાર 7-ઈલેવન સ્ટોરમાં ગોળીબારઃ બેનાં મરણ

લોસ એન્જેલીસઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ચાર જુદા જુદા સ્થળોએ 7-ઈલેવન સ્ટોર્સમાં ગોળીબારની ઘટનામાં બે જણનાં મરણ થયા છે અને ત્રણ જણ ઘાયલ થયા છે. ગોળીબારની ઘટનાઓ રીવરસાઈડ, સેન્ટા એના, બ્રીઆ અને લા હેબ્રા શહેરોમાં આવેલા સ્ટોરમાં બની છે.

હુમલાખોર ફરાર છે. પોલીસ એને શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે ચારમાંના ત્રણ સ્થળે એક જ બંદૂકધારીએ ગોળીબાર કર્યો હોવાનું માલુમ પડ્યું છે. 7-ઈલેવન બ્રાન્ડના સ્ટોર્સની કંપની 11 જુલાઈએ એની સ્થાપનાનો 95મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે સવારના પહોરમાં એના ચાર સ્ટોરમાં ગોળીબારની ઘટના બની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]