નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચ બળવાખોરોએ ભારે વિનાશ વેર્યો છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)એ બલૂચિસ્તાન પ્રાંતનાં અનેક શહેરોમાં એકસાથે હુમલા કરી અનેક પોલીસ સ્ટેશનો અને સરકારી ઇમારતો પર કબજો મેળવી લીધો છે. શનિવારે બલૂચિસ્તાનમાં બલૂચ બળવાખોરો- ખાસ કરીને બલૂચ લિબરેશન આર્મીના જયંદ ગ્રુપે “ઓપરેશન હેરોફ”ના ફેઝ-2 હેઠળ મોટા પાયે હુમલા કર્યા હતા.
બળવાખોર બલૂચોએ અનેક પોલીસ સ્ટેશનો પર કબજો કરી લીધો છે. અચાનક થયેલા આ હુમલાઓથી પાકિસ્તાની સેનાને બેકફૂટ પર જવું પડ્યું છે અને તેમને પોતાની પોસ્ટો છોડીને ભાગવું પડી રહ્યું છે.
આ હુમલાઓમાં અત્યાર સુધી 10 સુરક્ષા કર્મચારીઓનાં મોત થયાં છે, જ્યારે પાકિસ્તાન સરકારનો દાવો છે કે 58 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ હુમલાઓ પાકિસ્તાની સુરક્ષા દળો, સરકારી સુવિધાઓ અને અન્ય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા. એકસાથે 12થી વધુ સ્થળોએ હુમલાની માહિતી મળી હોવાથી આ હુમલાઓને અત્યંત મોટા માનવામાં આવી રહ્યા છે. બળવાખોરોએ ક્વેટામાં સવારે લગભગ છ વાગ્યે જોરદાર વિસ્ફોટ સાથે હુમલો શરૂ કર્યો હતો. ત્યાર બાદ બે કલાક સુધી ભારે ગોળીબાર અને અનેક વિસ્ફોટો થયા હતા.
અનેક શહેરો પર કબજો
ક્વેટા ઉપરાંત બલૂચ બળવાખોરોને પસની, મસ્તુંગ, નુશ્કી અને ગ્વાદર જિલ્લાઓમાં પણ એકસાથે હુમલા કર્યા છે. બાગી બંદૂકો વડે હુમલા કરી રહ્યા છે અને અનેક સ્થળોએ આત્મઘાતી હુમલાઓ પણ કરવામાં આવી રહ્યા છે. બલૂચિસ્તાનનાં અનેક શહેરોમાં સશસ્ત્ર લોકોએ કબજો મેળવી લીધો છે. મસ્તુંગમાં બળવાખોરોએ પોલીસ સ્ટેશન અને શહેર પર કબજો કરી લીધો છે અને 30થી વધુ કેદીઓ ફરાર થયા છે.
بلوچستان 🚨🚨کے مختلف شہروں پہ مسلح افراد کا کنٹرول ۔
مستونگ تھانہ اور شہر پہ قبضہ 30 سے زائد قیدی فرار۔
کوئٹہ کے مختلف علاقہ پہ مسلح افراد کا کنٹرول ۔
نوشکی سی ٹی ڈی کے دفتر پہ قبضہ 8 اہلکار ہلاک۔
گوادر میں حملہ
پسنی ۔ فائرنگ اور دھماکہ
دالبندین دھماکوں اور شدید فائرنگ کا… pic.twitter.com/LRPlxCTRx9— Deedag Baloch (@Deedagbaloch32) January 31, 2026
ક્વેટામાં પણ સશસ્ત્ર લોકોએ અનેક વિસ્તારો પર કબજો કર્યો હોવાની માહિતી છે. ગ્વાદરમાં હુમલાની ખબર છે અને કલાતમાં પણ અથડામણો ચાલુ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે બળવાખોરોએ શહેરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ અને અન્ય કાયદો અમલમાં મૂકનારી એજન્સીઓએ તેમને અટકાવ્યા હતા. આ હુમલાઓ બાદ ક્વેટા, સિબી અને ચમનમાં મોબાઇલ ફોન સેવા તો ચાલુ હતી, પરંતુ ડેટા સેવા બંધ કરી દેવામાં આવી હતી.




