ભારત, કેનેડાએ દ્વિપક્ષી વેપાર, મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા કર્યો વિચારવિમર્શ  

નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલના આમંત્રણ પર કેનેડાના નિકાસ પ્રોત્સાહન, આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક વિકાસના પ્રધાન મનીન્દર સિદ્ધુએ 11થી 14 નવેમ્બર દરમિયાન દેશના સત્તાવાર મુલાકાતે છે. બંને દેશોએ દ્વિપક્ષી વેપાર અને મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાનાં પગલાં પર વિચારવિમર્શ કર્યો હતો. આ મુદ્દો ભારત-કેનેડા વેપાર અને મૂડીરોકાણ પર મંત્રી સ્તરના સંવાદ (MDTI) બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીઓએ એક એવા વેપારી માહોલ બનાવવાની અને સાનુકૂળ અને સતત વિકાસને પ્રોત્સાહનની પ્રતિબદ્ધતા દોહરાવી હતી, એમ વેપાર મંત્રાલયે જણાવ્યું હતું.

કેનેડામાં કાનાનાસ્કિસમાં યોજાયેલી G7 બેઠકમાં બંને દેશોના વડા પ્રધાનોની દ્વિપક્ષી બેઠકમાં આપવામાં આવેલ દિશા-નિર્દેશ અને 13 ઓક્ટોબરના વિદેશપ્રધાનોના સંયુક્ત નિવેદન — જેમાં વેપારને દ્વિપક્ષી આર્થિક વૃદ્ધિ અને સ્થિરતાને આધારશિલા તરીકે ઓળખાવવામાં આવી હતી.પ્રધાનોએ ભારત–કેનેડા આર્થિક ભાગીદારીની મજબૂતી અને સાત્યતા પુનઃવ્યક્ત કરતાં સતત સંવાદ, પરસ્પર સન્માન અને દ્વિપક્ષીય સહકારને વધુ ઊંડો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર US $ 23.66 અબજ સુધી પહોંચ્યો હતો. તેમાં લગભગ મર્ચન્ડાઇઝ વેપારનું મૂલ્ય US $ 8.98 અબજ સામેલ છે, જે ગયા વર્ષની સરખામણીમાં 10 ટકાનો નોંધપાત્ર વધારો છે. તેમણે ભારત–કેનેડા આર્થિક ભાગીદારીની મજબૂતી અને સ્થિરતા પર ભાર મૂક્યો અને વેપાર અને રોકાણની નવી તકો ઉજાગર કરવા માટે ખાનગી ક્ષેત્ર સાથે સતત જોડાણની મહત્વતા વ્યક્ત કરી.

બંને દેશોના મંત્રીઓએ નીચે મુજબની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેમાં

* ઊર્જા પરિવર્તન અને નવી પેઢીના ઔદ્યોગિક વિસ્તરણ માટે આવશ્યક મહત્વપૂર્ણ ખનિજ અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રોમાં લાંબા ગાળાની સપ્લાય ચેઇન ભાગીદારીને પ્રોત્સાહન આપવા સહમતી

* એરોસ્પેસ અને ડ્યુઅલ-યૂઝ ક્ષમતાઓમાં રોકાણ અને વેપાર તકોને ઓળખવા અને વિસ્તૃત કરવા માટે, જેમાં ભારતમાં કેનેડાની સ્થિર હાજરી અને ભારતના વિકસતા એવિયેશન ક્ષેત્રનો લાભ મેળવવા સહમતી વ્યક્ત કરી હતી. આપી.

તેમણે કૃષિ સહિતના મહત્ત્વનાં ક્ષેત્રોમાં સ્થિરતા મજબૂત કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.બંને દેશોના પ્રધાનોએ દ્વિપક્ષી આર્થિક જોડાણ મજબૂત કરવા દિશામાં થયેલી પ્રગતિથી સંતોષ વ્યક્ત કરતાં વૈશ્વિક પરિસ્થિતિઓ તેમ જ સપ્લાય ચેઇન અને વેપાર ક્ષેત્રે આર્થિક ભાગીદારીને વધુ ઉન્નત કરવાની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી. આ સાથે પ્રધાનોએ આવતા વર્ષની શરૂઆતમાં કેનેડા અને ભારતના વેપાર અને રોકાણ સમુદાય સાથે સતત મંત્રીસ્તરીય જોડાણો રાખવા માટે સહમતી આપી હતી.