નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાયના નેહવાલ સાથે બેડમિન્ટન રમતાં જોવા મળ્યાં. બુધવારે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે બેડમિન્ટન કોર્ટમાં તેમણે સાયના સાથે ફ્રેન્ડલી મેચ રમી હતી. રાષ્ટ્રપતિએ પોતે સોશિયલ મીડિયા પોસ્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું- ‘રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં અનુભવી ખેલાડી સાયના નેહવાલ સાથે બેડમિન્ટન રમતાં રાષ્ટ્રપતિનો રમત પ્રત્યેનો સ્વાભાવિક પ્રેમ જોવા મળ્યો.
પોસ્ટમાં માહિતી આપવામાં આવી છે કે પદ્મશ્રી અને પદ્મ ભૂષણ સાયના નેહવાલ આજે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓની ‘ઉનકી કહાની-મેરી કહાની’ વ્યાખ્યાન શ્રેણીના ભાગરૂપે સ્પીચ આપશે. ત્યાં હાજર લોકો સાથે વાત પણ કરશે.
