IIT ગાંધીનગર ખાતે ‘નવરાત્રી મહિલા હાટ’નું ભવ્ય આયોજન

ગાંધીનગર: NEEV એ IIT ગાંધીનગરનો સામુદાયિક આઉટરિચ પ્રોગ્રામ છે. જેના દ્વારા “નવરાત્રી મહિલા હાટ” નામના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર અને અમદાવાદની કેટલીક સ્થાનિક મહિલાઓએ ભાગ લીધો હતો. ગત 26 સપ્ટેમ્બરના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પરંપરાગત તહેવારો માટેના વસ્ત્રો, હસ્તકલાના અદ્દભૂત નમૂના, ઘરેણાં, સૌંદર્ય પ્રસાધનો વગેરેના વિવિધ સ્ટોલ મૂક્યા હતા. મિલાક્રોન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સમર્થિત આ ઈવેન્ટનું ઉદ્ઘાટન ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીટાબેન પટેલ અને હર્ષાબા ધાંધલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલે સ્ટોલધારક મહિલાઓને કહ્યું, “જ્યાં પણ તમને પ્લેટફોર્મ મળે, તમારા ઘરના કામને બાજુ પર રાખો અને પૂરા દિલથી ભાગ લો. આ કામ તમારા પોતાના માટે કરો.” પૂર્વ વિદ્યાર્થિની તેમજ IIT ગાંધીનગરના મીડિયા અને કોમ્યુનિકેશન ઓફિસના પ્રોગ્રામ સહાયક અભિલાષા હઝારિકાનું કહેવું છે, “તેઓ દર વર્ષે આ હાટની આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે, આ પ્રથમ વખત છે કે જ્યારે આ હાટનું ખુબ જ ભવ્ય સ્કેલ આયોજન કરવામાં આવ્યું હતું.” વેચાણ માટે મૂકવામાં આવેલી વસ્તુઓની વિવિધતાના કારણે વિદ્યાર્થીઓએ તેમની નવરાત્રિની ખરીદી પૂર્ણ કરવા માટે સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ જમાવી હતી. IIT ગાંધીનગરની ફેકલ્ટી, સ્ટાફ અને અન્ય સમુદાયના લોકો પણ મોટાપાયે આ વર્ષે ખરીદી કરવા માટે હાટમાં આવ્યા હતા. સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપવું એ NEEVના મુખ્ય ઉદ્દેશ્ય છે. હાટમાં જેમણે ભાગ લીધો હતો તે લોકોના પ્રયાસોને બિરદાવવા માટે તમામ મહિલા સાહસિકોને પ્રશંસા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદના એક બિઝનેસ ઓનર નીતિ દવેએ આભાર વ્યક્ત કરતાં કહ્યું “મેં આવાં ઘણાં પ્રદર્શનો જોયા છે પણ અહીંનો અનુભવ અનોખો હતો. મને લાગ્યું કે અહીંનું મેનેજમેન્ટ અને વાતાવરણ શ્રેષ્ઠ છે. હું મારી માર્કેટિંગ કૌશલ્યમાં પણ સુધારો કરવા માંગુ છું તેથી હું ચોક્કસપણે પ્રયાસ કરીશ અને NEEV અભ્યાસક્રમમાં જોડાઈશ.”