પટના: બિહારની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં પૂર્ણ થઈ ગઈ છે. એ સાથે જ આજે સવારથી મતગણતરીમાં જ NDA સતત આગેવાની જાળવી રાખી છે. બીજી તરફ મહાગઠબંધનને આ વખતની ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પહેલાથી જ વિરોધ પક્ષના સૌથી મોટા નેતા અને મુખ્ય મંત્રી પદના દાવેદાર તેજસ્વી યાદવે મોટાં–મોટાં વચનકર્યા હતા. નોકરીથી લઈને મહિલાઓના ખાતામાં પૈસા જમા કરાવવાના તેમના અનેક દાવા પાણીમાં ફરી વળ્યા. તેથી હવે પ્રશ્ન ઊભો થયો છે કે તેજસ્વી યાદવની વ્યૂહરચના ક્યાં ફેલ થઈ?
તેજસ્વીની વ્યૂહરચના ક્યાં નિષ્ફળ થઈ?તેજસ્વી યાદવની સ્ટ્રેટેજી નિષ્ફળ થવા અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અહીં અમે તે પાંચ મુખ્ય મુદ્દાઓનો ઉલ્લેખ કરીશું, જે તેજસ્વીની સૌથી મોટી નિષ્ફળતા તરીકે ગણાય છે:
- કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું
- સીટ વહેંચણી મુદ્દે રાહુલ ગાંધી પાછળ દોડતા રહ્યા
- મુકેશ સહની સમક્ષ ઝૂક્યા, ડેપ્યુટી CM પદ માટે પણ તૈયાર થઈ ગયા
- વાસ્તવિક મુદ્દાઓ છોડીને ‘વોટ ચોરી’ જેવા મુદ્દા પર ભટકી ગયા
- મહિલાઓના બમ્પર મતદાને RJDનો ખેલ બગાડી નાખ્યો





