ગાંધીનગર: મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે રાજ્યમાં LPG સિલિન્ડરોની વિતરણ વ્યવસ્થાને અસર થઈ. દરેક વ્યક્તિને ઘરેલું ગેસ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીગ કરવામાં આવી રહેલ છે.
ઉપલબ્ધ LPG સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટેનો પૂરતો એલ.પી.જીનો જથ્થો ઉપલબ્ધ છે. એમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે. રાજ્યમાં 30% ઘરેલુ ગેસ PNG GAS PIPELINE મારફત પૂરો પાડવામાં આવે છે. PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી રાજ્યની પરિસ્થિત વધારે સારી છે.
રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટેના એલ.પી.જી નો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્દ્ર જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ એલ.પી.જી સંગ્રહ ન કરવામાં આવે તેવો મુખ્ય ઉદ્દેશ છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોર્મશિયલ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવેલ છે. પરંતુ હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ એલ.પી.જી ફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે.
પરંતુ, એલ.પી.જીનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ તથા નિયત કરેલ કિંમત કરતા વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા એલ.પી.જી કંટ્રોલ ઓડર-2000 મુજબ કાયદાકિય રીતે ગુનો બને છે. તથા આવી પ્રવૃત્તિ કરનાર સામે અધિકારી દ્વારા ફોજદારી પગલાં પણ લેવાની જોગવાઈ છે.


