રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર

ગાંધીનગર: રાજયમાં હાલમાં 3 સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રવિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. આજે પણ હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.આજે ગુજરાતના વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, અમરેલી અને ભાવનગરમાં ફરી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં હજુ વરસાદ માટે ઓરેન્જ એલર્ટની સ્થિતિ જણાવાઈ રહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, બોટાદ, કચ્છ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, રાજકોટ, દીવ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.