અમદાવાદઃ ખાનગી સેક્ટરની બેન્ક HDFC બેન્કે તેના CSR જૂથ પરિવર્તન મારફત આયોજિત ગ્રામીણ વિકાસ પહેલ હેઠળ દેશભરના સીમાડાનાં 298 ગામોને આવરી લીધાં છે. આ ગામડાંઓ આસામ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, સિક્કિમ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના સરહદી વિસ્તારોમાં સ્થિત છે. બેન્ક આગામી વર્ષોમાં સીમાડાનાં વધુ 150 ગામોને આવરી લેવાની યોજના ધરાવે છે. આ પહેલ કેન્દ્રના બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામમાં દર્શાવેલાં રાષ્ટ્રીય વિકાસ લક્ષ્યો સાથે સંરેખિત છે.
ઉત્તર અને ઉત્તર-પૂર્વીય હિમાલય પ્રદેશો અને પશ્ચિમી રણપ્રદેશ સાથે જોડાયેલાં સીમાડાનાં ગામડાંઓ ઘણી વાર મુશ્કેલ ભૂ-પ્રદેશ, આવશ્યક સેવાઓની મર્યાદિત પહોંચ અને અંતરિયાળ વિસ્તારોમાં આર્થિક પડકારો સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. પરિવર્તને આ વિસ્તારોમાં જરૂરિયાત આધારિત હસ્તક્ષેપો કરી આશરે પાંચ લાખ લોકોના જીવનધોરણમાં સુધારો કર્યો છે.
HDFC બેન્કની પરિવર્તન પહેલ સરહદી વિસ્તારોમાં વસતા ગ્રામીણ સમુદાયોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે, જેમાં અરુણાચલ પ્રદેશમાં લોઅર દિબાંગ ખીણ અને શી યોમી, આસામમાં બક્સા અને ઉદલગુરી બક્સા અને ઉદલગુરી, બિહારમાં કિશનગંજ, વેસ્ટ ચંપારણ અને મધુબની, ગુજરાતમાં બનાસકાંઠા, કચ્છ અને પાટણ, લદ્દાખ, મણિપુરમાં ચંદેલ, મેઘાલયમાં પૂર્વ જયંતિયા હિલ્સ, પંજાબમાં ફાઝિલ્કા અને પઠાણકોટ, રાજસ્થાનમાં બાડમેર, સિક્કિમમાં ગ્યાલશિંગ વેસ્ટ અને પાક્યોંગ, ઉત્તર પ્રદેશમાં પીલીભીત અને ઉત્તરાખંડમાં ચમોલી જેવા સીમાડાનાં ગામો સમાવિષ્ટ છે.
આ પહેલ અંગે HDFC બેન્કના DMD કૈઝાદ ભરૂચાએ જણાવ્યું હતું કે અમે ટેકનોલોજીથી સજ્જ શિક્ષણ, સુધારેલી કૃષિ ઉત્પાદકતા, રિન્યુએબલ એનર્જી અને આજીવિકાની તકો પૂરી પાડી ભારતના સીમાડાનાં ગામોમાં અર્થપૂર્ણ અસર ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રાષ્ટ્રીય વિકાસ લક્ષ્યો સાથે સંરેખિત અમે સ્થાનિક સમુદાયો, NGO અને સરકારી સંસ્થાઓ સાથે જોડાણ કરી મજબૂત, આત્મનિર્ભર અને ગતિશીલ સમુદાયોનું નિર્માણ કરીએ છીએ, જે ભારતના આર્થિક અને સામાજિક માળખામાં ફાળો આપે છે.
HDFC બેન્કના CSR હેડ નુસરત પઠાણે આ અંગે જણાવ્યું હતું કે ખાસ કરીને સીમાડાનાં ગામોના વિકાસ માટે સર્વાંગી અભિગમની ઈચ્છા પૂરતી નથી, પરંતુ એક સંપૂર્ણ આવશક્યતા છે. અમે ખાતરી કરીએ છીએ કે એક ક્ષેત્રનો વિકાસ અન્ય ક્ષેત્રો પર સકારાત્મક અસરો ઊભી કરે છે. અમારી દખલગીરી સાથે અમે પ્રત્યેક ક્ષેત્રમાં મહત્તમ વિકાસ માટે વેગ અને પ્રોત્સાહન આપવા સજ્જ છીએ.
