ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ તોડી પ્રોટેક્શન વૉલનું કામ શરૂ

અમદાવાદના ચંડોળા તળાવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરી, બે દિવસમાં 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન પરનાં ગેરકાયદે બાંધકામો તોડી ખુલ્લી કરી. પ્રથમ દિવસે 1 લાખ ચો.મી. અને બીજા દિવસે 50,000 ચો.મી. જગ્યા ખાલી કરાઈ. આ ઝુંબેશમાં 4000 જેટલાં ઝૂંપડાં અને નાનાં-મોટાં મકાનો તોડવામાં આવ્યાં.

ફરી દબાણ ન થાય તે માટે AMCએ 3 કરોડના ખર્ચે 5 કિલોમીટર લાંબી પ્રોટેક્શન વૉલ બનાવવાનું શરૂ કર્યું છે. જોકે, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે તળાવની બાઉન્ડ્રી હજુ નક્કી નથી કરી. ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ રહી, જેમાં મિલ્લતનગરમાં 10 ઓરડીઓ અને એક ગોડાઉન તોડાયા.

ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંધકામો અને બાંગ્લાદેશી વસાહતો માટે કુખ્યાત રહ્યો છે. આ ઓપરેશનમાં 50 જેસીબી મશીનો અને પોલીસની મદદ લેવાઈ.