સ્મૃતિ ઈરાનીને તલવારથી રાસ રમતા જોયા છે?

ભાવનગર: પોતાના ભાષણથી હરીફો પર વાર કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સૌ કોઈએ જોયા છે પણ તમે કદી તેમને તલવારબાજી કરતા જોયા છે? હકીકતમાં ભાવનગરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યાજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાનીએ તલવારબાજી કરીને સૌ કોઈને આશ્ચર્યમાં નાખી દીધા હતાં.

સ્મૃતિ ઈરાનીએ અહીં તલવારબાજી રાસમાં ભાગ લીધો હતો અને ગુરુકુળની વિદ્યાર્થીનીઓ સાથે બંને હાથમાં ખુલ્લી તલવારો લઈને તલવારબાજી કરી હતી. ઝાંસીની રાણીના રાસ સમયે કેન્દ્રીય મંત્રીએ આ તલવારબાજી કરી હતી.

સ્મૃતિ ઈરાનીની તલવારબાજી જોઈને અહીં ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. જો કે આ તલવારબાજી માત્ર એક સાંસ્કૃતિક રાસ હતો. સ્મૃતિ ઈરાનીને તલવાર રાસ કરતા જોઈ લોકોને પણ મજા પડી હતી.

ઉલ્લેખનીય છે કે, સાસ ભી કભી બહુથી સિરિયલથી ઘરે ઘરે જાણીતા બનેલા સ્મૃતિ ઇરાનીએ એક અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દી શરુ કરી હતી. ત્યારબાદ તેઓ રાજકારણમાં આવ્યા. અને આજે મોદી સરકારના પ્રધાન મંડળમાં કેન્દ્રીય મંત્રી છે.