રાજ્ય સરકારે આ પ્રકારની શાળાઓને મર્જ કરવાનો નિર્ણય કર્યો…

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની શાળાઓને લઈને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં જે શાળાઓ 30 કરતા ઓછી હાજરી ધરાવતી હશે તેને બંધ કરવામાં આવશે. 4500 શાળામાં 30 કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને 850 જેટલી શાળાઓમાં 10 કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે આ પ્રકારની શાળાઓને બંધ કરીને મર્જ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં 207થી વધુ પ્રાથમિક શાળાઓને મર્જ કરવાની તૈયારીઓ આરંભાઈ છે કે જે પ્રાથમિક શાળામાં 30થી ઓછી સંખ્યા હોય તે તમામ સ્કૂલોને નજીકની સ્કૂલોમાં મર્જ કરવામાં આવશે. જેના પગે જિલ્લાના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સીધી અસર થનાર છે. જોકે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના ભવિષ્યને પ્રાધાન્યતા આપવાના મુદ્દે બેઠક 207 સ્કૂલોમા સર્વે કરી મર્જ કરવાની તૈયારીઓ શરૂ કરી છે.