રાજ્યના નાણાપ્રધાને બજેટમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરી

ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર ગઈ કાલથી શરૂ થયું છે. નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત 2024-25 વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આજે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25 માટેનું પૂર્ણ કદનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ વખતનું બજેટ ઐતિહાસિક છે. આ વખતે 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

આ બજેટના મુખ્ય અંશો નીચે મુજબ છે…

  • નાણાપ્રધાને રાજ્ય માટે રૂ. 3,32, 465 કરોડનું બજેટ રજૂ કર્યું
  • પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે રૂ. 751 કરોડની જોગવાઈ
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. ૩૮૪ કરોડની જોગવાઈ
  • “મુખ્ય મંત્રી ગૌમાતા પોષણ યોજના” અંતર્ગત રૂ. ૪૨૫ કરોડની જોગવાઈ
  • રાજ્ય સરકારે 7 નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી
  • નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે.
  • રાજ્ય સરકારે પ્રધાનમંત્રીના નામથી યોજનાઓ શરૂ કરી. જે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, નમો શ્રી યોજના શરૂ થશે.
  • બજેટમાં નવી બસો ખરીદવા માટે રૂ. 768 કરોડની જોગવાઈ કરાઈ છે.
  • સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂ. ૨૨૩૯ કરોડની જોગવાઇ
  • 10 લાખ વિદ્યાર્થીઓ માટે 9-10 માટે રૂ. 10 હજાર, 11-12 માટે રૂ. 15 હજાર સહાય
  • સગર્ભા અને ધાત્રીમાતાઓ માટે નમો શ્રી યોજના, રૂ. 12 હજારની સહાય,
  • દૂધ સંજીવની યોજના, ફેટનું પ્રમાણ 5 ટકા કરાશે
  • આંગણવાડીઓ માટે રૂ. 1800 કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી 201 યોજનાની જાહેરાત
  • મહેસૂલ વિભાગ માટે કુલ રૂ. ૫૧૯૫ કરોડની જોગવાઇ
  • કાયદા વિભાગ માટે કુલ રૂ. ૨૫૫૯ કરોડની જોગવાઇ
  • ગૃહ વિભાગ માટે કુલ રૂ. ૧૦,૩૭૮ કરોડની જોગવાઇ
  • મહિલા-બાળ વિકાસ વિભાગ માટે રૂ. 6885 કરોડની જોગવાઈ
  • ક્લાયમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ. ૧૧૬૩ કરોડની જોગવાઇ
  • ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે રૂ. 2600 કરોડ ઉપરાંતની જોગવાઈ.
  • વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. ૨૫૮૬ કરોડની જોગવાઇ
  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ રૂ. 2363 કરોડની જોગવાઈ
  • પ્રવાસન પ્રભાગના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા રૂ. ૨૦૯૮ કરોડની જોગવાઇ
  • પૂર્ણા યોજના હેઠળ રૂ. 344 કરોડની જોગવાઈ
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂ. ૯૨૨૮ કરોડની જોગવાઈ
  • વહાલી દીકરી યોજના માટે રૂ. 252 કરોડની જોગવાઈ
  • NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા રૂ. 160 કરોડની જોગવાઈ
  • નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ કામગીરી માટે રૂ. 25 કરોડની જોગવાઈ
  • ઓલિમ્પિક કક્ષાનું માળખુ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન
  • મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા રૂ. 1309 કરોડની જોગવાઈ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઈ.
  • મત્સ્ય ઉતરાણ કેન્‍દ્રોનું આધુનિકીકરણ, અપગ્રેડેશન, ડ્રેજીંગ જેવી આનુષાંગિક બાબતો માટે રૂ. ૬૨૭ કરોડની જોગવાઈ.
  • કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા રૂ. ૧૦ કરોડની જોગવાઈ.
  • બજેટમાં પત્રકારો માટે પણ જોગવાઈ કરવામાં આવી.
  • 25 વર્ષથી ૬૦ વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારો માટે સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુમાં એક લાખથી વધારી બે લાખ કરવામાં આવી.
  • અકસ્માત મૃત્યુમાં પાંચ લાખથી સહાય વધારીને 10 લાખ વીમા કવચ પૂરું પાડવામાં આવશે.
  • યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂ. 122 કરોડની જોગવાઈ
  • પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે રૂ. 113 કરોડની જોગવાઇ
  • અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ રૂ. 2711 કરોડની જોગવાઇ
  • “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે રૂ. 250 કરોડની જોગવાઇ.
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ.