તહેવારોને લઈ પોલીસ તંત્ર સજ્જ, 12 હજાર જવાનો રહેશે તૈનાત

અમદાવાદ: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે તહેવારો આવતાની સાથે જ પોલીસ સજ્જ બની ગઈ છે. અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓ તહેવારના સમયે ખાસ ફરજ બજાવશે. નોંધનીય છે કે આ વર્ષ તહેવારો સમય પર અંદાજે 12 હજાર જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. તેવી માહિતી સામે આવી છે. દિવાળી સમય પર પોલીસ દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. પોલીસ અલગ-અલગ જગ્યાએ ફરજ બજાવશે સાથે સાથે SRPની ટીમો પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે. સોની બજાર અને બેંક ATM પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. આ ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમથી પણ નજર રખાશે.

જાહેર સ્થળો જેવા કે બસ, મેટ્રો, રેલવે સ્ટેશન પર પોલીસની હાજરી રહેશે. શહેરમાં શંકાસ્પદ ગતિ વિધિયો પર નજર રાખશે સાથે સાથે અમુક શંકાસ્પદ માણસો દેખાશે તો તેની પણ પૂછપરછ કરાશે. ભીડ ભાડ વાળી જગ્યાઓ પર સતત નજર રાખવામાં આવશે. અમદાવાદ પોલીસ દિવાળીના સમયે લૂંટ કે ચોરી જેવી ઘટનાઓ ના બને તેને લઈ સજ્જ છે. સાથે સાથે વિસ્તારમાં લગાવેલ સીસીટીવીના આધારે નજર રાખવામા આવી રહી છે. ભાડુઆતને મકાન કે પ્રોપર્ટી ભાડે આપનારને લઈ તપાસ ચાલુ છે. ફટાકડાના વિતરણ માટે 146 સ્ટોરને કાયમી મંજૂરી આપવામા આવી છે. હંગામી મંજૂરી માટે 33 અરજી આવી છે જેની પ્રક્રિયા ચાલુ છે.