રાજ્યપાલ એક વર્ષ સુધી આટલું દાન કરશે

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોરોના વાયરસના સંક્રમણ સામેની દેશની લડાઈમાં સહયોગી થવાના નિર્ધાર સાથે પોતાના વેતનનો 30 ટકા ભાગ એક વર્ષ સુધી રાજ્ય સરકારને આપવાનો સંકલ્પ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યપાલે અગાઉ તેમની વિવેકાધીન ગ્રાન્ટમાંથી વડાપ્રધાનના રાહત કોષ PM Cares માં 25 લાખ રુપિયા અને મુખ્યમંત્રીના રાહત કોષમાં રુપિયા 25 લાખ મળીને કુલ 50 લાખના યોગદાનનો પણ સંકલ્પ કર્યો છે. આજે ફરીથી પોતાના માસિક વેતનનો 30 ટકા ભાગ એક વર્ષ સુધી રાજ્ય સરકારને આપવાનો રાજ્યપાલે સંકલ્પ કર્યો છે.