મહાવીર જયંતિ પર વડાપ્રધાન સહિત નેતાઓની શુભેચ્છા

નવી દિલ્હીઃ આખા દેશમાં મનાવવામાં આવી રહેલી મહાવીર જયંતિ નિમિત્તે વડાપ્રધાન મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી. વડાપ્રધાન મોદીએ પણ આ નિમિત્તે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું કે, તમામ દેશવાસીઓને મહાવીર જયંતિની હાર્દિક શુભકામનાઓ. સત્ય,અહિંસા, ત્યાગ અને તપસ્યા પર આધારિત તેમનું જીવન દરેક વ્યક્તિ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ટ્વીટ કરીને ભગવાન મહાવિરને નમન કર્યા અને દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, મહાવીર જયંતીના અવસર પર ભગવાન મહાવીરને હું નમન કરું છું. તેઓ પેઢીઓથી અહિંસા અને જનકલ્યાણની દિશામાં કામ કરવા માટે એક પ્રેરણા રહ્યા છે. ભગવાન મહાવીર આપણા માટે પ્રેરણા બની રહેશે. મહાવીર જયંતિ પર તમામ લોકોને શુભેચ્છાઓ.

તો મધ્યપ્રદેશના નવનિર્વાચિત મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ શુભેચ્છાઓ આપી છે. તેમણે સંસ્કૃતમાં ટ્વીટ કરીને શુભેચ્છાઓ આપી છે અને દુનિયા માટે કલ્યાણની કામના કરતા કહ્યું છે કે, જગતનું કલ્યાણ થાય. પ્રેમ, સોહાર્દ અને અહિંસા વધે. બધી બાજુ સુખ, શાંતિ ને સમૃદ્ધિ થાય એ જ કામના.