વડોદરામાં ગુરુગ્રામવાળીઃ શાળામાં જ સહપાઠીઓએ કરી વિદ્યાર્થીની હત્યા

વડોદરાઃ દેશભરમાં ચકચાર જગાવનાર ગુરુગ્રામની શાળામાં પ્રદ્યુમ્ન નામના વિદ્યાર્થીની હત્યા હજુ લોકો ભૂલ્યાં નથી, તેવી જ એક ઘટના સંસ્કાર નગરી વડોદરામાં બની છે, જ્યાં શાળામાં વિદ્યાર્થીની હત્યા થઇ છે. ધોરણ 9માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીની દેવ તડવીની સ્કૂલના જ બે વિદ્યાર્થીઓએ હત્યા કરતાં શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે. એફએસએલને ઘટનાસ્થળેથી તપાસમાં સ્કૂલના પાછળના ભાગેથી બે બેગ મળી આવી છે. એક બેગ વિદ્યાર્થીની છે, જેમાંથી પુસ્તકો મળી આવ્યા છે. જ્યારે અન્ય બેગમાંથી મટન કાપવાનો કોયતો, છરી, પંચ, મરચાની ભૂકી અને લોહીવાળો શર્ટ મળી આવ્યો છે.સંસ્કાર ભારતી સ્કૂલના બાથરુમમાંથી 14 વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર ચાકુ માર્યાના નિશાન જોવા મળ્યાં હતાં.

ધોરણ 9માં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીને મારીને તેનો મૃતદેહ બાથરૂમમાં નાંખી દેવામાં આવ્યો હતી. શાળામાં એક સ્કૂલબેગ પણ મળી છે જેમાં ચાકુ છે. પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ઘરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મૃત્યુ પામેલા વિદ્યાર્થીનો ધોરણ 10ના કોઈ વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો અને ત્યાર બાદ શાળાના બાથરૂમમાંથી ચપ્પુના ઘા મારેલો અને લોહીથી લથબથ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે.

સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. સહવિદ્યાર્થીએ સાથે થયેલા ઝઘડાની અદાવત રાખીને વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની હત્યા કરી હોવાની શંકાઓ સેવાઈ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]