વડાપ્રધાન સહિત આ દિગ્ગજો કાલે ગુજરાતમાં કરશે મતદાન

અમદાવાદઃ આવતીકાલે ગુજરાતના સાડા ચાર કરોડ મતદારાઓ 26 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા વોટ આપશે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તેઓ એક ઉમેદવારનું નસીબ ચમકાવી શકશે, તો કેટલાયને ચૂંટણી મેદાનમાં હરાવી શકે છે. ત્યારે આવતીકાલે સવારથી જ મતદાન મથક પર લાઈને સાથે ગુજરાતનો મતદાર જોવા મળશે. આ સાથે જ ગુજરાતના દિગ્ગજ નેતાઓ તથા હસ્તીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વોટ આપવા જશે. ત્યારે આવો જાણીએ કે આ દિગ્ગજો કયા બૂથ પર કેટલા વાગે વોટ આપવા જશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ સ્થિત નિશાન સ્કૂલમાં મતદાન કરશે. ત્યારે અમિત શાહ નારાણપુરાની સંઘવી શાળામાંથી જ્યારે આનંદીબેન પટેલ શીલજ ખાતેની એક પ્રાથમિક શાળામાં મતદાન કરશે. એલ.કે.અડવાણી ખાનપુરના ભરડીયા વાસમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલમાં મતદાન કરશે એલ.કે અડવાણી(અમદાવાદ, પશ્ચિમ) બેઠક માટે મતદાન કરશે. આ સિવાય નાણાંમંત્રી અરૂણ જેટલી SG હાઈવે પર આવેલી એક શાળામાં અને. શંકરસિંહ વાઘેલા ગાંધીનગરના વાસણ ગામમાં મતાધિકારનો ઉપયોગ કરશે.