સલમાન ખાન અભિનીત ‘ભારત’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અભિનીત ‘ભારત’ ફિલ્મ આ વર્ષે ઈદના તહેવારમાં, પાંચમી જૂને રિલીઝ થવાની છે. એનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

ટ્રેલરમાં એક દેશ અને એક માનવીની સફરની ઝલક જોવા મળે છે. ટ્રેલરમાં સલમાન વિવિધ સમયગાળા, સંજોગો અને પાત્રમાં જોવા મળે છે.

ટ્રેલરમાં વિશાળ સેટ્સ જોઈ શકાય છે. સલમાન ખાન ઉપરાંત કેટરીના કૈફ, દિશા પટની અને સુનીલ ગ્રોવર તથા અન્ય કલાકારોની હાજરી છે.

આ પીરિયડ ડ્રામા ફિલ્મનું હાર્દ છે ભારત નામના પાત્રનો દેશ પ્રેમ.

જેકી શ્રોફ ફિલ્મમાં સલમાનના પિતાનો રોલ કરે છે. ભારત-પાકિસ્તાનના ભાગલાનો પણ ઉલ્લેખ છે.

સલમાનને ‘સુલતાન’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ ફિલ્મોમાં ચમકાવનાર અલી અબ્બાસ ઝફરે ‘ભારત’ ફિલ્મ બનાવી છે.

ફિલ્મના નિર્માતા સલમાનના બનેવી અતુલ અગ્નિહોત્રી અને ભૂષણ કુમાર છે. ફિલ્મની વાર્તા અલી અબ્બાસ ઝફર અને વરુણ શર્માએ લખી છે. આ ફિલ્મ 2014માં આવેલી એક દક્ષિણ કોરિયન ફિલ્મનું સત્તાવાર હિન્દી રૂપાંતર છે.

ફિલ્મમાં તબુની પણ નાનકડી ભૂમિકા છે.

httpss://youtu.be/Ea_GKoe81GY