ReDi અને AMA દ્વારા ડિજીટલ ડાયલોગની 11મી એડિશન યોજશે

 “રિસ્પોન્સિબીલીટી ડિજિટલ (ReDi) “નામની સ્વૈચ્છિક સંસ્થા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી 30 જૂન શુક્રવારે “ReDi ડિજીટલ ડાયલોગની 11મી એડિશન યોજાશે જેનો ચર્ચાનો વિષય છે “AI: Generative or Degenerative” રાખવામાં આવ્યો છે.

AI અંગેના ડિજિટલ ડાયલોગનો ઉદ્દેશ જાણીતા નિષ્ણાંતો, ઉદ્યોગના આગેવાનો, સ્કોલર્સ, સ્ટાર્ટઅપના સ્થાપકો અને ટેકનોલોજીના નિષ્ણાંતોને એક મંચ પર લાવીને ડિજિટલ ભવિષ્યને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની અસર અંગે ચર્ચા કરવાનો છે.

આ રસપ્રદ સમારંભમાં AIની ઉત્પાદકતાના પાસાંઓને ઝીણવટપૂર્વક તપાસાશે અને તેનાથી ઓરિજીનલ કન્ટેન્ટ કઈ  રીતે તૈયાર કરી શકાય તે અંગે પણ ચર્ચા થશે. આ ઉપરાંત ડિ-જનરેટીવ AI સિસ્ટમની વિવિધ બાબતોની ગેરમાર્ગે દોરનારી માહિતી અંગે પણ ચર્ચા થશે.  આ સમારંભ તા.30 જૂન, 2023ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં બપોરના 3 થી સાંજના 7 સુધી યોજાશે.

AI અંગેના ડિજિટલ ડાયલોગમાં AI સંશોધકો, એથીકસીસ્ટસ, ઉદ્યોગના નિષ્ણાંતો અને પોલિસીમેકર સામેલ થશે. સમારંભમાં સામેલ થનાર વ્યક્તિઓને નિષ્ણાંતો સાથે રચનાત્મક ચર્ચા કરીને પોતાના અભિપ્રાય અને વિચારો વ્યક્ત કરવાની તક મળશે.

આ સમારંભમા ઉદ્યોગ જગતના પીઢ વક્તા સુનિલ પારેખ, નેસ્ટાવીવ્ઝના સ્થાપક સાહિલ શાહ,  જીવીએફએલ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર કમલ બંસલ, નાસકોમ સીઓઈ, ગાંધીનગરના સિનિયર ડિરેક્ટર અને સેન્ટ્રલ હેડ- અમિત સાલુજા, ફ્યુઝન ઈન્ફોર્મેટીક્સ લિમિટેડના સીઈઓ યશેષ શાહ તથા ડાઉનટાઉન ક્લબના સીટીઓ અને સહસ્થાપક જયદીપ બિન્નીવાલે મહત્વની વાત કરશે.

ઉપરાંત “ભવિષ્યની નોકરીઓ અને સંસ્થાઓ ઉપર AIની અસર પર મહેસાણાના કલેક્ટર અને આઈએએસ-એમ. નાગરાજન, AI/ML ના હેડ- અયાઝ સૈયદ, યુડીઝ સોલ્યુશન્સ લિમિટેડ, વર્ચ્યુઅલ સ્લેપ્સના સહસ્થાપક- શ્રીનાથ નાયર, ઈન્વેન્ટ ઈન્ડિયાના સહસ્થાપક અને ચીફ સ્ટ્રેટેજીસ્ટ- જ્યોતિ સુધીર વાત કરશે.

 “AI: Generative or Degenerative” વિષયે ડિજિટલ ડાયલોગમાં રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. રસ ધરાવનાર વ્યક્તિઓ  www.bit.ly/REDIAHM2023  ઉપર રજીસ્ટ્રેશ કરી હાજરી આપી શકશે.