કન્ટકીઃ ‘અમેરિકામાં રહેતો 13 વર્ષનો તરુણ પોતાના પિતાને પીતાંબર પહેરીને જ પૂજા કરવાનો આગ્રહ રાખે તો આશ્ચર્ય થાય જને. આમ તો તપસ્વી મૂળે તો ગુજરાત-અમદાવાદના બ્રાહ્મણ પરિવારનું ફરજંદ છે. તપસ્વી ખૂબ નાની ઉંમરે અમેરિકામાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યો છે. સમગ્ર કંટકી સ્ટેટમાં તપસ્વીના તેજની ચર્ચા ચારેકોર ફેલાઈ છે.
વિશ્વમાં આતંકવાદની ઘટનાઓની સાથે-સાથે વિશ્વ આખામાં ઘરવિહોણા લોકો માટે શું થઈ શકે? એવા ગંભીર વિષયને આવરી લઈ તપસ્વીએ અમેરિકાને કંટકી સ્ટેટની એસેમ્બલીમાં ક્લાઈમેટ ચેન્જ પર પ્રતિભાશાળી વક્તવ્ય આપ્યું. નાની વયના પાકટ વિચારો સાંભળીને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો.
તપસ્વી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર પણ બખૂબી કરે છે. પોતાના દાદાની શ્રાદ્ધની વિધિ હોય કે રોજેરોજ પિતા દ્વારા કરાતી પૂજા હોય, સંસ્કૃતના શ્લોક હોય કે ગણિતની ગડમથલ તપસ્વીનો દબદબો એટલો જ બુલંદ રહ્યો છે. થોડાક સમય પહેલા કંટકી સ્ટેટમાં પ્રાઇમરી લેવલે ગણિતિક સ્પર્ધામાં સ્ટેટ લેવલે એ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો તો જનરલ નોલેજમાં પણ તે સદાય અવ્વલ નંબરે રહ્યો છે. સ્થાનિક કક્ષાએ યોજાયેલી પાંચ રાજ્યોની ક્વિઝ સ્પર્ધામાં પણ તપસ્વી પ્રથમ રહ્યો છે.
માર્ટિન લ્યુથર કિંગ જુનિયર વિશેની તપસ્વીની સ્પીચે શાળાના આચાર્યને એટલા પ્રભાવિત કર્યા કે શાળાના આચાર્યે તપસ્વીના વાલીને ઈમેલ લખી ને તપસ્વીના સામર્થ્યને પીઠબળ પૂરું પાડ્યું છે. ૧૩ વર્ષની નાની વયે તપસ્વી અત્યાર સુધીમાં વિવિધ સ્પર્ધાઓમાં ૧૦૦થી વધુ સર્ટિફિકેટ મેળવી ચૂક્યો છે…
તપસ્વી કહે છે કે મારા દાદા લગભગ 20 વર્ષ પહેલા ફ્રાઇબ્રોસિસની બીમારીથી મૃત્યુ પામ્યા હતા, ત્યારે મારે આ રોગ શેનાથી થાય છે અને તેના ઈલાજ માટે મારે ડોક્ટર બનવું છે.