અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં રેલવેના કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે. તેઓ કાર્યક્રમ દરમ્યાન સાયન્સ સિટીમાં એક્વાટિક્સ એન્ડ રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કનું પણ ઉદઘાટન કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આકાર પામેલા અદ્યતન રેલવે સ્ટેશન ઉપરાંત આધુનિક ફાઇવસ્ટાર હોટેલનું 16 જુલાઈએ વર્ચ્યુઅલ લોકાપર્ણ કરશે. આ ઉપરાંત તેઓ ગેજ પરિવર્તિત-કમ વીજળીકરણ મહેલસાણા વેરતા લાઇન અને સુરેન્દ્રનગર-પીપાવાવનું વિદ્યુતીકરણ સામેલ છે. એક સત્તાવાર યાદીમાં કહેવામાં આવ્યું છે કે રૂ. 74 કરોડના ખર્ચથી ઇલેક્ટ્રિફિકેશનની સાથે-સાથે રૂ. 293 કરોડના ખર્ચે 55 કિમીના મહેસાણા-વેરતા ગેજ લાઇનમાં પરિવર્તન કરવામાં આવશે. આમાં ચૈર નવાં સ્ટેશનોનાં બિલ્ડિંગોની સાથે કુલ 10 સ્ટેશનો છે, જેમાં વીસનગર, વડનગર, ખેરાળુ અને વરથાનો સમાવેશ થાય છે.
સાયન્સ સિટીમાં રૂા.264 કરોડના ખર્ચે એક્વાટિક ગેલેરી બનાવવામાં આવી છે. આ ઉપરાંત રૂા.127 કરોડના ખર્ચે રોબોટિક ગેલેરી પણ બનાવવામાં આવી છે. એસાથે સાથે રૂા.14 કરોડના ખર્ચે નેચર પાર્ક નિર્માણ કરાયો છે. બાળકો-વિદ્યાર્થીઓ માટે આ સ્થળ માત્ર જોવાલાયક જ નહીં, પણ માહિતીસભર બની રહેશે. 16 જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રણેય નવિન પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે.
આ સાથે ગાંધીનગર રેલવે સ્ટેશનનું રૂ. 71 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ સ્ટેશનને આધુનિક હવાઈ એરપોર્ટ સમાન વિશ્વ સ્તરીય સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે. એને દિવ્યાંગ અનુકૂળ સ્ટેશન બનાવવા પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત સાયન્સ સિટીમાં ય રૂા. 405 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ત્રણ નવીન પ્રકલ્પોનું વડા પ્રધાન મોદી વર્ચ્યુઅલ ઉદઘાટન કરી ખુલ્લા મૂકશે. વડા પ્રધાન એક જ દિવસમાં પાંચથી વધુ વિકાસલક્ષી કામોનું લોકાપર્ણ કરશે.