PM મોદી શતાયુ હીરાબાના જન્મદિવસે આશીર્વાદ લેવા ગયા

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. તેમનાં માતા હીરાબાના 100મા જન્મદિવસે તેઓ આશીર્વાદ લેવા ગાંધીનગરના રાયસણમાં તેઓ પહોંચ્યા હતા. તેઓ માતા માટે ખાસ ભેટ પણ લઈને પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીએ માતાને ફૂલનો હાર પહેરાવીને, શાલ ઓઢાડી હતી. વડા પ્રધાને હીરાબાને લાડુ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું.

વડા પ્રધાને માતાના પગ ધોઈને પાણી પોતાના માથે ચઢાવીને માતાના આશીર્વાદ લીધા હતા. વડા પ્રધાને માતા હીરાબાના હાલચાલ પણ પૂછ્યા હતા અને આશીર્વાદ લીધા પછી તેમની સાથે વાતચીત પણ કરી હતી.

 

 

દીકરાની પ્રગતિ જોઈને માતા હીરાબા પણ ઘણાં ખુશ હતા અને તેમણે વડા પ્રધાનને જીવનમાં હજુ વધુ સફળ થવા માટેના આશીર્વાદ આપ્યા હતા.

વડા પ્રધાન મોદી માતાના આશીર્વાદ લીધા પછી અહીંથી વડાપ્રધાન મોદી વડોદરા જવા માટે રવાના થયા હતા. આજે તેઓ પાવાગઢ મંદિર પર ધ્વજા લહેરાવવાના છે. 500 જેટલાં વર્ષો પછી પાવાગઢ મંદિર પર આજે ધ્વજા ફરકાવવામાં આવશે.