ઉદ્યોગપતિ પરિમલ નથવાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડન્ટ છે, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઈસ-પ્રેસિડન્ટ છે અને રાજ્યસભાના સદસ્ય છે. પરંતુ પરિમલભાઈ વન્યજીવન અને ખાસ કરીને જંગલના રાજા સિંહના પ્રેમી પણ છે. એશિયાટીક સિંહોનું જે આશ્રયસ્થાન ગણાય છે તે ગુજરાતના ગીરના અભ્યારણ્યની એમણે અવારનવાર મુલાકાત લીધી છે. ‘વાઈલ્ડલાઈફ વીક’નો આરંભ થયો છે ત્યારે ગીરના જંગલની છેલ્લા 35 વર્ષોમાં પોતે લીધેલી અનેક મુલાકાતોની એક દસ્તાવેજી ફિલ્મ નથવાણીએ તૈયાર કરી છે જેમાં તેમની આ મુલાકાતો દરમિયાન પોતે સિંહોના કરેલા અભ્યાસ અને પોતાને થયેલા અનુભવોને આ 15.52 મિનિટના વિડિયોના માધ્યમથી શેર કર્યા છે.