PM મોદીના જન્મદિવસે નવજાત બાળકોને સોનાની અંગૂઠી અપાશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. આ જન્મદિવસને ભાજપના તામિલનાડુ યુનિટે અનોખી રીતે ઊજવવાનો નિર્ણય લીધો છે. ભાજપ વડા પ્રધાનના જન્મદિને પેદા થનારાં બાળકોને નવજાત શિશુઓને સોનાની અંગૂઠીઓ આપશે. એ સાથે 720 કિલોગ્રામ માછલી વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. મત્સ્ય પાલન અને સૂચના અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ. મુરુગને કહ્યું હતું કે અમે ચેન્નઈમાં સરકારી RSRM હોસ્પિટલની ઓળખ કરી છે અને નિર્ણય કર્યો છે કે વડા પ્રધાનના જન્મદિને પેદા થનારા બધાં બાળકોને સોનાની અંગૂઠી આપવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે આ આશરે બે ગ્રામ સોનાની અંગૂઠી હશે, જે આશરે રૂ. 5000ની હશે. ભાજપના સ્થાનિક યુનિટે એ દિવસે વિશેષ હોસ્પિટલમાં આશરે 10-15 પ્રસવ થવાનો અંદાજ છે. તેમણે કહ્યું હતું કે એ ફ્રીબીઝ નથી. અમે માત્ર એ દિવસે પેદા થયેલાં બાળકોનું સ્વાગત કરવા વડા પ્રધાનનો જન્મદિન ઊજવી રહ્યા છે.

ભાજપના નેતા અરુણ સિંહ દ્વારા 30 ઓગસ્ટે મોકલેલા ત્રણ પત્રો અનુસાર બધાં રાજ્યોને છેલ્લાં કેટલાંક વર્ષોમાં આયોજિત કાર્યક્રમોની જેમ જન્મદિનને સેવા પખવાડિયું ઊજવવા માટે કહેવામાં આવ્યું છે. જે હેઠળ રક્તદાન અને મેડિકલ તપાસ શિબિર સામેલ છે. ભાજપ નેતૃત્વએ સખતાઈથી કહ્યું હતું કે કોઈ કેક નહીં કાપવામાં આવે અને ના હવન કરવામાં આવશે.

અમે 720 કિલો માછલી આપવા માટે મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનનું ચૂંટણી ક્ષેત્રને પસંદ કર્યું છે. પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) યોજના માછલીના વેચાણને પ્રોત્સાહિત કરે છે. એટલે અમે એને વહેંચી રહ્યા છે. અમે જાણીએ છીએ કે વડા પ્રધાન શાકાહારી છે, એમ તેમણે કહ્યું હતું. વડા પ્રધાન મોદીનો આવતી કાલે 72મો જન્મદિન છે. આ દિવસને તટીય સફાઈ દિવસના રૂપે પણ ઊજવવામાં આવશે.