નીતિન પટેલે કહ્યુંઃ લોકડાઉન લંબાવવાની વાતો માત્ર અફવા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લાગુ કરાયેલું લોકડાઉન લંબાવવા અંગે થઈ રહેલી વાતો અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે સ્પષ્ટતા કરી છે અને કહ્યું કે, લોકડાઉન અંગે ઘણા બધા લોકો અલગ-અલગ પ્રકારની અફવા ફેલાવે છે. પરંતુ દરેક રાજ્યની અલગ અલગ પરિસ્થિતિ છે. રાજસ્થાન બોર્ડર સીલ કરી એ રાજસ્થાન સરકારનો નિર્ણય છે. ગુજરાત સરકાર લોકડાઉન લંબાવવા અંગે કે તેમાં ફેરફાર કરવા અંગે કોઇ વિચારણા કરી નથી રહી. રાજ્ય સરકારે તો લોકોને કામધંધામાં આવક થાય તે માટે છૂટછાટો આપી છે, મંદિરો ખુલ્લા મૂકવા માટે પણ કેટલીક છૂટછાટ આપી છે. સરકારે આપેલી છૂટછાટોનું લોકો શિસ્તપૂર્વક પાલન કરે એ જરૂરી છે.

ગુજરાતમાં ટેસ્ટીંગ મુદ્દે ઉઠેલા વિવાદ અંગે નીતિન પટેલે મીડિયાને જવાબ આપ્યો કે, કોરોનાની વિવિધ પરિસ્થિતિ ઉભી થઈ છે. આ મહામારીએ તેવા સમયે નાગરિકોને ઉપયોગી થવા માટે ત્યારે સ્વભાવિક છે પ્રશ્નો અને જરૂરિયાતો ઉભી થતી જાય તે પ્રમાણે રાજ્ય સરકાર નિર્ણય લેતી હોય છે. 10 ડૉક્ટરોની કમિટીએ કરેલી ભલામણોને આધારે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ ડોક્ટરની કોર કમિટી સાથે બેઠક થઇ હતી. ગુજરાત કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે અને વધુ સારું સારવાર આપવા માટે માર્ગદર્શન મેળવવામાં આવી રહી છે.

નાગરિકોને કોઈને શંકાસ્પદ લાગે કોરોનાના ટેસ્ટ કરાવવા ઈચ્છે છે. એટલા માટે કોરોનાના કેસ ટેસ્ટીગની સારી રીતે વધારવી જોઈએ. લોકોની માગણી હતી આ વ્યવસ્થાને વધુ વ્યાપક બનાવવામાં આવે. અમદાવાદના એમ.ડી ડોક્ટરો કે તેના ઉપરના ડોક્ટરો 1400 જેટલા ડોક્ટરો કે જેવો ખાનગી પ્રેક્ટિસ કરે છે. આવા ડોક્ટરોની ભલામણ કરવામાં આવશે તો આવા ડોક્ટરોની કોરોના ટેસ્ટિંગ કરી શકાશે.