રાજ્યમાં કોરોનાના નવા 495 કેસઃ 31 વ્યક્તિના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 495 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 31 વ્યક્તિઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યા છે. તો 392 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 22562 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1416 થયો છે. અને કોરોનાથી સાજા થયેલાં દર્દીઓનો કુલ આંક 15501 થયો છે.છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ૩૨૭, સુરત ૭૭, વડોદરા ૩૭, મહેસાણા ૭, ગાંધીનગર ૫, રાજકોટ ૫, ભરૂચ ૫, કચ્છ ૪, બોટાદ ૪, સુરેન્દ્રનગર ૪, નવસારી ૪, પંચમહાલ ૩, ભાવનગર ૨, સાબરકાંઠા ૨, પાટણ ૨, જામનગર ૨, અમરેલી ૨, બનાસકાંઠા ૧, અરવલ્લી ૧, નર્મદા ૧ કેસ નોંધાયો હતો.

અત્યારે કોરોનાનાં કુલ 5645 એક્ટિવ કેસો છે. જેમાંથી 68 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 5577 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 22, સુરતમાં 3, ગાંધીનગરમાં 2, અરવલ્લી-પાટણ-ભરૂચ-અન્ય રાજ્યમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]