52 ગજની ધજા ચડાવી નીતા અંબાણીએ કરી દ્વારિકાધીશને આ અરજ

દ્વારકા- સુપ્રસિદ્ધ યાત્રાધામ જગતમંદિર દ્વારિકાધીશના દર્શને નીતા મૂકેશ અંબાણી આવ્યાં હતાં. જગતમંદિરમાં ભગવાનના દર્શન કરી તેમણે આઈપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ વિજયી બને તેવી પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે  અંબાણી પરિવાર દ્વારિકાધીશના અનન્ય ભક્ત છે અને લગભગ દરેક મોટા પ્રસંગે તેઓ અચૂક દ્વારિકાધીશના દર્શનાર્થે આવે છે.નીતા અંબાણીએ ભગવાનની આરતીમાં પણ ભાગ લીધો હતો અને ભગવાનની ચરણપાદુકાના દર્શન-પૂજન કર્યાં હતાં. બાદમાં તેમણે 52 ગજની ધજા અર્પણ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]