ગાંધીનગરઃ ગુજરાત સરકારના “ધ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ”(CED) અને “AADEE ગર્ભસંસ્કાર એપ” વચ્ચે પ્રોમિસિંગ પ્રેગનન્સી માર્કેટના એસ્પાઇરિંગ ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે તેમ જ પ્રાચીન ભારતીય પ્રથા અનુસાર પ્રિનેટલ એજ્યુકેશન આપવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) સાઇન કરવામાં આવ્યા છે.
આ MOU અંતર્ગત “AADEE ગર્ભસંસ્કાર એપ” CED સાથે સંકળાયેલા પ્રેગનન્સી માર્કેટ ઉદ્યોગ સાહસિકોને સગર્ભાવસ્થા-સંબંધિત ઉત્પાદનો અને સેવાઓ માટે જરૂરી કુશળતા અને જ્ઞાનથી સજ્જ કરશે તેમ જ ગર્ભ સંસ્કારના વિશિષ્ટ ક્ષેત્રમાં આંતરદ્રષ્ટિ પ્રદાન કરશે, જે ઉદ્યોગસાહસિકોને આ ક્ષેત્રમાં નવીન સાહસો કરવા માટે સક્ષમ બનાવશે.
આ અંગે વધુ જણાવતાં “AADEE ગર્ભસંસ્કાર એપ”નાં CEO અને ફાઉન્ડર આશા વઘાસિયાએ કહ્યું હતું કે ગર્ભસંસ્કાર ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે AADEE અને CED વચ્ચે થયેલા આ જોડાણ કરતા અમે આનંદિત છીએ. આ ભાગીદારી ઉદ્યોગસાહસિકો માટે આશાસ્પદ પ્રેગ્નન્સી માર્કેટમાં ઉત્કૃષ્ટ બનવાના નવા રસ્તાઓ ખોલે છે. અમે આ MOU દ્વારા લગભગ 1000 ઉદ્યોગસાહસિકોને તાલીમ આપીશું. આ સંયુક્ત પ્રયાસ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો માટે સહાયક ઇકોસિસ્ટમ બનાવશે, તેમના વ્યવસાયિક સપનાને સાકાર કરવામાં સુવિધા આપશે.