મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિની ‘સ્વચ્છાંજલિ’ અર્પણ કરવાના નમ્ર પ્રયાસરૂપે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) એ પાલજ ગામમાં સામૂહિક સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કર્યું હતું.
આ ઇવેન્ટ – “એક તારીખ-એક ઘંટા” – “સ્વચ્છતા હી સેવા” થીમ પર પખવાડિયા સુધી ચાલતી “સ્વચ્છતા પખવાડા” ઉજવણી અંતર્ગત પ્રવૃત્તિઓની શ્રેણીનો એક ભાગ હતો.
સંસ્થાના 100 થી વધુ સભ્યો આ કાર્યમાં જોડાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફનો સમાવેશ થાય છે, પાલજ ગામમાં સ્થળને સાફ કરવા માટે એક કલાકનું ‘શ્રમદાન’ આપ્યું અને લગભગ 650 કિલો કચરો એકઠો કર્યો. એટલુ જ નહીં ગ્રામજનોને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાના મહત્વ વિશે પણ જાગૃત કર્યા.