દિલ્હીની જેમ અમદાવાદની 13 શાળાને મળ્યા ધમકીભર્યા ઈ-મેઈલ

લકોસભા ચૂંટણીના તીજા તબક્કાના મતદાનને ગણતરીના કલાકો બાકી છે. મતદાનને લઈ તમામ તૈયારીઓને આખરી આપ અપાઈ રહ્યો છે. ગુજરાતની 25 સીટો પર આવતી કાલે મતદાન કરવામાં આવશે. ત્યારે મતદાનના થોડાક સમય પહેલા દિલ્હી જેવી ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદની 13 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ઇ-મેઈલ દ્વારા ધમકી મળી છે. ધમકીવાળી ભર્યા મેઈલ મળતાની સાથે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તમામ સ્કૂલો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આ ઉપરાંત તમામ સ્કૂલો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે.

સાઈબર પોલીસ મેઈલ ક્યા સર્વરમાંથી મોકલામાં આવ્યો છે, તેની તપાસ હાથ ધરી હતી. મેઈલ રશિયન સર્વરમાંથી આવ્યાનું પ્રાથમિક અનુમાન છે. આ અગાઉ પણ દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી. મતદાનના આગલા દિવસે જ અમદાવાદની તેર સ્કૂલને ધમકીભર્યો ઇ-મેઈલ મળતા તંત્ર કામે લાગી ગયું છે.

લોકસભા ચૂંટણીના આગલા દિવસે શાળામાં મેઈલ આવવાથી ભારે ચકચાર થઈ ગયો. ઉલ્લેખનીય છે કે આ 13 શાળામાંથી 8 શાળાઓમાં મતદાન કેન્દ્ર બનવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ પોલીસે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે રાખીને તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ બોમ્બ મળ્યા નથી. બોમ્બ હોવાની વાત અફવા હોવાનું લાગી રહ્યું છે, પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં પણ મળી હતી ધમકી 

5 દિવસ પહેલાં દિલ્હી-NCRની લગભગ 100 સ્કૂલોમાં બોમ્બની ધમકીઓ મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ધમકી એજ ઇ-મેઈલથી મોકલવામાં આવી હતી. આ ઇ-મેઈલ આજે સવારે 6 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ તમામ સ્કૂલોમાં પહોંચી ગઈ હતી. ઇ-મેઈલ મોકલનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો હતો. લગભગ 60 જેટલી સ્કૂલો ખાલી કરાવવામાં આવી છે. ઇ-મેઈલના આઈપી એડ્રેસ પરથી લાગી રહ્યું હતું કે, આ ઇ-મેઈલ દેશની બહારથી મોકલવામાં આવ્યા હતા. આ ઇ-મેઈલમાં કોઈ ડેટલાઈન નહોતી અને એક જ ઇ-મેઈલ અનેક જગ્યાએ મોકલવામાં આવ્યો હતો.