અમરનાથયાત્રીઓ માટે 7 દિવસના પ્લાન સાથેનું ખાસ જિઓ કાર્ડ, વેલિડિટી…

અમદાવાદ– રીલાયન્સ જિઓએ અમરનાથ યાત્રા માટે જમ્મુ-કશ્મીરમાં રૂ.102નો સ્પેશિઅલ પ્રીપેઇડ પ્લાન લોન્ચ કર્યો છે. અમરનાથની અતિ પવિત્ર યાત્રામાં દર વર્ષે હજારો યાત્રાળુઓ અમરનાથમાં બાબા બર્ફાનીનાં દર્શન કરે છે. દેશના અન્ય વિસ્તારોમાંથી પ્રીપેઇડ યુઝર્સ સરકારી નિયંત્રણોને કારણે જમ્મુ-કાશ્મીરમાં રોમિંગ પર તેમના પ્રીપેઇડ કનેક્શનનો ઉપયોગ કરી શકતાં નથી. સામાન્ય રીતે રાજ્યમાં મુલાકાતીઓને તેમની ટૂંકી મુલાકાતો માટે નવું પ્રીપેઇડ સિમ લેવું પડે છે, સામાન્ય રીતે આ નંબરો તેમની મુલાકાત દરમિયાન કામચલાઉ હોય છે.

પ્લાનનો લાભ લેવા શું કરવું પડશે?

ગુજરાતમાં આશરે 6.86 કરોડ મોબાઇલ યુઝર્સ છે અને એમાંથી આશરે 95 ટકાપ્રીપેઇડ યુઝર છે. ખાસ કરીને તેમનાં માટે જિઓએ જમ્મુ-કાશ્મીરમાં જ વેલિડ નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનનો લાભ જમ્મુ અને કશ્મીરમાં વિવિધ જિઓ રિટેલર્સ પાસેથી લઈ શકાશે, જે અમરનાથ યાત્રા દરમિયાન ઉપલબ્ધ છે.

આ માટે યુઝરને નવું કનેક્શન મેળવવું પડશે આ પ્લાન અનલિમિટેડ લોકલ અને નેશનલ વોઇસ કોલ, દરરોજ 100 એસએમએસ, અનલિમિટેડ ડેટા (દરરોજ 0.5 જીબી હાઈ સ્પીડ ડેટા, પછી અનલિમિટેડ 64 કેબીપીએસ ડેટા) અને 7 દિવસની વેલેડિટી ધરાવે છે.

આ પ્લાન જિઓ એપ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ નહીં થાય, કારણ કે જિઓ પ્રાઇમ મેમ્બરશિપ આ પ્લાનને લાગુ પડતી નથી. આ પ્લાન દેશનાં અન્ય વિસ્તારોમાંથી યાત્રાળુઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરેલો છે, જેઓ પ્રીપેઇડ પ્લાન ધરાવે છે. જમ્મુ અને કશ્મીરમાં દેશનાં અન્ય વિસ્તારોનાં પ્રીપેઇડ સબસ્ક્રાઇબર્સને રોમિંગની સુવિધા મળતી નથી એટલે યાત્રાળુઓને તેમની યાત્રા દરમિયાન કનેક્ટિવિટીનાં પડકારનો સામનો કરવો પડે છે.

હવે યાત્રાળુઓ જિઓમાંથી જમ્મુ-કશ્મીરમાં નવું લોકલ પ્રીપેઇડ કનેક્શન મેળવી શકે છે અને તેમનાં નવી લોકલ જમ્મુ અને કાશ્મીર નંબર સાથે 7-દિવસ અનલિમિટેડ પ્રીપેઇડ પ્લાન મેળવી શકે છે. તેમજ તેમની યાત્રા દરમિયાન તેમનાં સગાસંબંધીઓ સાથે સતત જોડાણમાં રહી શકે છે.