IIT ગાંધીનગર સમાજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવ્યો

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગરે (IITGNએ) આજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગના – શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિવિધ લાભો મેળવવા માટે આ ઉજવણી કરવામાં આવી હતી.

સંસ્થાના ફિઝિકલ એજ્યુકેશન વિભાગે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે 30 દિવસીય યોગ સત્રનું આયોજન 23 મેથી કર્યુ હતું, જેમાં સંસ્થાએ કલાત્મક યોગ, શીર્ષાસન સ્પર્ધા, યોગ પર પ્રશ્નોત્તરી, યોગ ક્રિયાની વર્કશોપ, મેડિટેશન વગેરે પ્રવૃત્તિઓ રાખી હતી. આ 30 દિવસીય યોગ સત્ર -IDY-2023માં ભાગ લેનારાને યોગ આસનોનાં વિવિધ આસનો- કમર (સ્પાઇન કોડ)ના આરોગ્યનું સંતુલન, લવચિકતા, શક્તિ, તાણમુક્ત અને ધ્યાન પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

સંસ્થાના મુખ્ય યોગ શિક્ષક તુલસા પૂજારી દ્વારા બધાં ગ્રુપના સ્પર્ધકોએ યોગ આસનો, પ્રાણાયમ અને સહજ યોગ કર્યા હતા. આ યોગ સત્રમાં ભાગ લેનારા સ્પર્ધકોને યોગના વિશિષ્ટ લાભો અને એમને કરવાના પ્રાર વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારે બાદ ડો. વિજ્યાલક્ષ્મીએ અને અતિથિ રજની મુનાએ યોગને દૈનિક જીવનમાં કેવી રીતે વણી લેવા એ વિશે વ્યાખ્યાન આપ્યાં હતાં.

સંસ્થાની યોગ ટીમો માટે યોગ ડાન્સ સ્પર્ધામાં તેમણે પર્ફોર્મ કર્યું હતું, દજેમાં તેમણે યોગ ડાન્સ, પરંપરાગત યોગા અને જોડીમાં યોગા કર્યા હતા. આ યોગ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યાં હતાં.સંસ્થાના વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, કર્મચારીઓએ અને તેમના પરિવારના સભ્યોમાં ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લીધો હતો.

સંસ્થા હંમેશા પોતચાના સમુદાયને ગેમ્સમાં સક્રિય અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહન આપતો  છે.